શું વાવાઝોડું ફંટાશે ?

0
172

વાવાઝોડા બિપરજોયને લઈને હાલમાં સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે. હાલ બિપરજોય વારેઘડીએ પોતાની ગતિ બદલી રહ્યું છે.  બિપરજોય વાવાઝોડાના અંતરમાં વધારો થયો છે. મળતી માહિતી અનુસાર વાવાઝોડું દ્વારકાથી 10 કિલોમીટર દૂર થયું છે. એક તરફ વાવાઝોડું ટકરાય તેવી પરિસ્થિતિ છે તો બીજી તરફ બિપરજોય વારેઘડીએ ટ્રેક બદલી રહ્યું છે. વાવાઝોડું હાલ જખૌથી 300 કિમી દુર છે. વાવાઝોડું 15 જૂનના રોજ લેન્ડફોલ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડું લેન્ડફોલ થવના સમય દરમિયાન આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેવું વાવાઝોડું લેન્ડફોલ થશે તરત જ તે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે.

રાજકોટમાં તૈયારીઓ

બિપોરજોય 15 જૂને લેન્ડફોલ થાય તેવી પૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.. જેમાં આગમચેતીના ભાગરૂપે સાત રેસ્ક્યુ બોટ, ત્રીસ વુડન કટર, ૩૦૦થી વધુ તરવૈયાઓ, ફાયર વિભાગના હાઈ કેપીસીટી ધરાવતા ચાર ડી વોટરીંગ પંપ તેમજ બચાવને લગતા તમામ સાધનો વર્કિંગ મોડમાં ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે

બિપોરજોયના ખાતરને ધ્યાને લેતા ગીર-સોમનાથના કલેકટર દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. સાથે લોકો દરિયાકિનારે ન જાય તે માટે લોકોને અપીલ પણ કરવામાં આવી છે.

બિપરજોયના ખતરા સામે કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ મોડ પર છે. કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા કચ્છમાં સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તો કેન્દ્રિયમંત્રી પરષોત્તમ રૂપલા દ્વારામાં સમગ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તમામ પ્રકારની હલચલ પર હાલ સૌની નજર છે. બિપરજોયના અનુસંધાને પોરબંદરમાં દિવાલ ધરાશાયી થઇ છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. સાથે જ 500થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર કરવામાં આવ્યું છે.

લોકોની સુરક્ષા માટે જવાનોની ફૌજ છે તૈયાર

આપણે સાથે એ પણ જાવાની દઈએ કે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ ખડે પગે તૈયાર છે.વાવાઝોડાના કારણે વાહનવ્યવહાર પણ ઠપ થયો છે.

બિપોરજોય વાવાઝોડા અંગે માહિતી મેળવવા માટે જોતા રહ્યો અમારી વેબસાઇટ

વીઆર લાઈવ ન્યુઝ ચેનલના Youtube & Facebook પેજ પર મેળવો તાજા સમાચારોની માહિતી