HomeUncategorizedકેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શામાટે માન્યો રાહુલ ગાંધીનો આભાર ?

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શામાટે માન્યો રાહુલ ગાંધીનો આભાર ?

પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ફરી ચર્ચામાં છે. આ વખતે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે નિવેદન આપ્યું છે. નીતિન ગડકરીએ રાહુલ ગાંધીએ વીર સાવરકર પર કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે કહ્યું કે અમે રાહુલ ગાંધીના આભારી છીએ કે તેમણે વીર સાવરકરને ઘરે-ઘરે લઈ જવાની તક આપી. સાવરકર વિશે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ કોંગ્રેસ પર પ્રહારો કરી રહી છે. ભાજપ અને શિવસેના સાથે મળીને મહારાષ્ટ્રના દરેક જિલ્લામાં વીર સાવરકર ગૌરવ યાત્રા કાઢી રહી છે.આની વચ્ચે નીતિન ગડકરીએ નાગપુરમાં રાહુલ ગાંધી અંગે આ નિવેદન આપ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments