HomeDeshસાઉદીના કાર્ગો વિમાનની કોલકાતા એરપોર્ટ પર કેમ કરાઇ ઈમરજન્સી લેન્ડિંગ

સાઉદીના કાર્ગો વિમાનની કોલકાતા એરપોર્ટ પર કેમ કરાઇ ઈમરજન્સી લેન્ડિંગ

સાઉદી એરલાઈન્સની એક કાર્ગો ફ્લાઈટનું કોલકાતા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાયલટે એરક્રાફ્ટની વિન્ડશિલ્ડ હવામાં તૂટવાની જાણકારી આપી હતી, ત્યારબાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરક્રાફ્ટ આજે બપોરે 12.00 વાગ્યે રનવે પર સુરક્ષિત રીતે લેન્ડીગ કરવામાં આવ્યું.લેન્ડિંગ પહેલા એરપોર્ટ પર તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. બાદમાં વિમાનના સુરક્ષિત ઉતરાણ બાદ સંપૂર્ણ ઈમરજન્સી હટાવી લેવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments