ટ્રેનમાંથી ઉતરી વખતે ઘણીવાર બેદરકારીના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.ભાવનગરમાં રેલવે પોલીસના PSIએ દોડીને મહિલાનો જીવ બચાવ્યો હતો.ભાવનગરના ઉમરાળા તાલુકાના ધોળા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતી એક મહિલાનો જીવ જોખમાયો હતો. આ જોઈને પ્લેટફોર્મ પર હાજર રેલવે PSIએ દોડીને મહિલાનો જીવ બચાવી લીધો હતો. આ સમગ્ર ઘટના પ્લેટફોર્મ પર લાગેલાં CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. . મહિલા ચાલુ ટ્રેનમાં ઉતરતી વખતે ફસાઈ ગયા હતા. આ સમયે રેલવે PSI વિરેન્દ્રસિંહ ગોલે ફરજ પર હતા. આ દૃશ્ય જોઈ તે તાત્કાલિક દોડીને મહિલાને બચાવી લીધા હતાં
ભાવનગરઃ રેલવે પોલીસના PSIએ મહિલાનો જીવ બચાવ્યો
RELATED ARTICLES