WhatsApp Business Charges: WhatsApp Business APIના ચાર્જિંગ નિયમોમાં 1 ઓક્ટોબર 2026થી ફેરફાર થવાનો છે. આ નવા નિયમોનો સીધો સંબંધ સામાન્ય WhatsApp યુઝર્સ સાથે નહીં પરંતુ WhatsApp Business APIનો ઉપયોગ કરતા મોટા બિઝનેસ, બેન્કો, ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને કંપનીઓ સાથે છે.
WhatsApp Business Charges: વ્યક્તિગત WhatsApp ચેટ માટે કોઈ ચાર્જ નહીં

નવા નિયમો હેઠળ સામાન્ય યુઝર્સની વ્યક્તિગત WhatsApp ચેટ અને સામાન્ય મેસેજિંગ પહેલાની જેમ જ મફત રહેશે. એટલે કે મિત્રો, પરિવાર અથવા અન્ય વ્યક્તિઓ સાથે કરવામાં આવતી સામાન્ય વાતચીત માટે 14 પૈસાનો કોઈ ચાર્જ લાગશે નહીં.
WhatsApp Business Charges: OTP અને બિઝનેસ મેસેજિંગ પર લાગશે ચાર્જ
WhatsApp Business API મારફતે મોકલાતા કેટલાક યુટિલિટી મેસેજ, જેમ કે OTP, ઓર્ડર સ્ટેટસ, ડિલિવરી અપડેટ અને અન્ય વ્યવસાયિક સંદેશાઓ માટે ચાર્જ લાગશે. તસવીરમાં આપેલી માહિતી મુજબ યુટિલિટી મેસેજનો ખર્ચ આશરે 11.5 પૈસા પ્રતિ મેસેજ રહેશે, જ્યારે GST સહિતનો ખર્ચ લગભગ 14 પૈસા પ્રતિ મેસેજ સુધી પહોંચી શકે છે.
આ ફેરફારનો સૌથી વધુ પ્રભાવ મોટી કંપનીઓ, બેન્કો, ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને WhatsApp Business API મારફતે મોટા પ્રમાણમાં ગ્રાહકોને મેસેજ મોકલતા વ્યવસાયો પર પડી શકે છે. માર્કેટિંગ મેસેજ માટે અલગ ચાર્જિંગ વ્યવસ્થા હોવાના કારણે બિઝનેસ માટે WhatsApp આધારિત ગ્રાહક સંચારનો ખર્ચ પણ વધી શકે છે.

સામાન્ય યુઝર્સને સીધી અસર નહીં
આ ફેરફારને કારણે સામાન્ય WhatsApp યુઝર્સે પોતાના રોજિંદા વ્યક્તિગત મેસેજ માટે કોઈ નવો ચાર્જ ચૂકવવાનો નથી. મુખ્ય ફેરફાર WhatsApp Business API દ્વારા કરવામાં આવતા વ્યાવસાયિક મેસેજિંગના ચાર્જિંગ મોડલમાં છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: રાજકોટમાં ટી. રાજા સિંહની ગર્જના: ‘હિન્દુઓની વસ્તી ઘટી રહી , હમ દો હમારે દો કાયદો બનાવો’

