ચીનની સેના હવે નવા પ્રકારના જૈવિક હથિયાર વિકસિત કરી રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ જૈવિક હથિયાર આખી દુનિયા માટે ખતરનાક સાબિત થાય તેમ છે.અહેવાલો પ્રમાણે ચીન એ ન્યૂરોસ્ટ્રાઈક વેપન્સ એટલે કે સીધા માણસના મગજ પર હુમલો કરી શકે તેવા જૈવિક હથિયાર બનાવવા માંડ્યા છે. આ હથિયાર હુમલો કરવાની સાથે સાથે મગજને કંટ્રોલ પણ કરવા સક્ષમ છે ન્યૂરોસ્ટ્રાઈક વેપન્સ નામ પ્રમાણે માણસના મગજની સિસ્ટમ પર હુમલો કરનારા જૈવિક હથિયાર છે. આ જૈવિક હથિયાર દુશ્મન દેશના સૈનિકો કે પછી જરૂરિયાત પ્રમાણે આમ નાગરિકોના મગજ પર હુમલો કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ હથિયાર માઈક્રોવેવ્સ કે પછી બીજી કોઈ એનર્જી સ્વરૂપે માણસના મગજને પણ નિયંત્રણમાં લઈ શકે છે.
ઈન્ડો પેસિફિક રિજનમાં વધી રહેલા તનાવને ધ્યાનમાં રાખીને દુશ્મન દેશો સામે લડવા ચીને આ પ્રકારના જૈવિક હથિયારો તૈયાર કરવા માટે ભરપૂર પ્રયાસો શરૂ કરી દીધા છે. જ્યારે કોરોના વાયરસના કારણે દુનિયામાં લોકડાઉન લાગ્યુ હતુ ત્યારે ચીને પોતાના આ પ્રકારના જૈવિક હથિયારો વિકસાવવાના પ્રોજેકટ પરથી દુનિયાની નજર હટાવવા માટે સાઉથ ચાઈના સી, ઈસ્ટ ચાઈના સી, તાઈવાન સ્ટ્રેટ તેમજ ભારત સાથે જોડાયેલી સીમા પર હલચલ વધારી હતી. જોકે હજી સુધી આ હથિયારોનુ ટેસ્ટિંગ ચીને કર્યુ છે કે નહી તે સ્પષ્ટ થયુ નથી.
ચીન માટે અમેરિકાની સામે પરંપરાગત હથિયારોથી યુધ્ધ લડવુ મુશ્કેલ છે. જેના કારણે ચીન અલગ પ્રકારના જૈવિક હથિયારો વકિસવવા પર ભાર મુકી રહ્યુ છે. આ જૈવિક હથિયારોની મદદથી તાઈવાન પર કબ્જો જમાવી શકાશે તેવુ ચીન માને છે તેમજ સમગ્ર ક્ષેત્રમાં બીજા દેશો માટે ચીન આ હથિયારો થકી મુશ્કેલી ઉભી કરી શકે છે.
2021માં અમેરિકાએ ચીનની એકેડમી ઓફ મિલ્ટ્રી મેડિકલ સાયન્સ અને તેની સાથે જોડાયેલી બીજી 11 સંસ્થાઓના લોકો પર પ્રતિબંધ લગાવી દીધા હતા અને અમેરિકાએ કહ્યુ હતુ કે, આ સંસ્થાઓ બાયો ટેકનોલોજીની મદદથી એવા હથિયારો બનાવી રહી છે જેનાથી દિમાગને નિયંત્રિત કરી શકાય છે
ચીનની સેના હવે નવા પ્રકારના જૈવિક હથિયારો વિકસિત કરી રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ જૈવિક હથિયારો આખી દુનિયા માટે ખતરનાક સાબિત થાય તેમ છે.અહેવાલો પ્રમાણે ચીન એ ન્યૂરોસ્ટ્રાઈક વેપન્સ એટલે કે સીધા માણસના મગજ પર હુમલો કરી શકે તેવા જૈવિક હથિયારો બનાવવા માંડ્યા છે. આ હથિયારો હુમલો કરવાની સાથે સાથે મગજને કંટ્રોલ પણ કરવા સક્ષમ છે.