HomeAhmedabadCCTV Reveals Bike Theft Suspect: અમદાવાદના સોલા વિસ્તારમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો,...

CCTV Reveals Bike Theft Suspect: અમદાવાદના સોલા વિસ્તારમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો, CCTV ફૂટેજના આધારે પોલીસે હિંમતનગરના 25 વર્ષીય યુવક દર્શન તિરગરની ધરપકડ કરી

CCTV Reveals Bike Theft Suspect: અમદાવાદના સોલા વિસ્તારમાં થયેલી બાઈક ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પોલીસે દર્શન તિરગર નામના 25 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, દર્શન MBAનો અભ્યાસ કરે છે અને અગાઉ IT કંપનીમાં નોકરી કરતો હતો, જ્યાં તેને આશરે ₹60 હજાર પગાર મળતો હતો. નોકરી છૂટી ગયા બાદ તે બ્લિન્કિટમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો.

CCTV Reveals Bike Theft Suspect: CCTV ફૂટેજ બન્યું તપાસમાં મહત્વનું કડી

CCTV Reveals Bike Theft Suspect

ચાણક્યપુરી વિસ્તારમાં બાઈક ચોરીની ફરિયાદ મળ્યા બાદ સોલા પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં એક શખસ માથે ટોપી પહેરીને બાઈક લઈ જતો જોવા મળ્યો હતો. તપાસ દરમિયાન પોલીસનું ધ્યાન એ વાત પર ગયું કે શખસે મુંડન કરાવેલું હતું. આ મહત્વની કડીના આધારે પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.

CCTV Reveals Bike Theft Suspect: મુંડન કરેલા યુવક સુધી પહોંચી પોલીસ

પોલીસે ચાણક્યપુરી વિસ્તારમાં પૂછપરછ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક મકાનમાં મુંડન કરાવેલો શખસ રહેતો હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે તપાસ કરતા ત્યાંથી દર્શન તિરગર મળી આવ્યો હતો. દર્શન મૂળ હિંમતનગરનો રહેવાસી હોવાનું અને ચાણક્યપુરીમાં ભાડાના મકાનમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું.

CCTV Reveals Bike Theft Suspect: ₹60 હજારની નોકરી બાદ ડિલિવરી બોય બન્યો

CCTV Reveals Bike Theft Suspect

પોલીસ તપાસ મુજબ દર્શન અગાઉ IT કંપનીમાં નોકરી કરતો હતો. નોકરી છૂટી ગયા બાદ તેણે બ્લિન્કિટમાં ડિલિવરીનું કામ શરૂ કર્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, તેની આવક તેના ખર્ચ અને મોજશોખ માટે પૂરતી ન પડતી હોવાના કારણે તેણે બાઈક ચોરી કરવાનો રસ્તો અપનાવ્યો હતો. પોલીસે તેની પાસેથી ચોરી કરાયેલ બાઈક પણ કબજે કર્યું છે.

CCTV Reveals Bike Theft Suspect: પરિવારથી પણ દૂર રહેતો હોવાનો પોલીસનો દાવો

CCTV Reveals Bike Theft Suspect

દર્શનનો પરિવાર હિંમતનગરમાં રહે છે. પોલીસે પરિવારનો સંપર્ક કરતા પરિવારજનો દ્વારા દર્શનથી દૂર રહેવાની વાત સામે આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, તેની કેટલીક આદતોને કારણે પરિવાર પણ તેનાથી દૂર રહેતો હતો. હવે દર્શને અગાઉ પણ કોઈ અન્ય વાહન કે વસ્તુની ચોરી કરી છે કે કેમ તે અંગે સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગ્રીન સ્ક્રીનથી ભવ્ય દુનિયા સુધી: ‘રામાયણ’ના BTS વીડિયોમાં દેખાઈ ફિલ્મમેકિંગની ઝલક

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments