ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ
ઇઝરાયેલમાં 1300થી વધુ લોકોના મોત
હમાસના કમાન્ડરનું મોત
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને હવે નવ દિવસ થઈ ગયા છે. હમાસના હુમલા અને ગાઝા પટ્ટી પર ઇઝરાયેલ વળતા હુમલાથી 3,600 થી વધુ લોકોના જીવ ગયા છે. ઈઝરાયેલમાં અત્યાર સુધીમાં 1300 થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ ઈઝરાયેલના બોમ્બમારા પર ચિંતા વ્યક્ત કરી છે . હમાસનો વધુ એક કમાન્ડર ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો છે. જેની ઓળખ બિલાલ-અલ-કેદરા તરીકે થઈ છે
હમાસનો અન્ય એક ટોચનો કમાન્ડર ઇઝરાયલના હવાઈ હુમલામાં માર્યો ગયો
આતંકવાદી સંગઠન હમાસનો વધુ એક કમાન્ડર ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યો ગયો છે. જેની ઓળખ બિલાલ-અલ-કેદરા તરીકે થઈ છે. બિલાલ અલ-કેદરા હમાસના નુખ્બા ફોર્સનો કમાન્ડર હતો. નુખ્બા ફોર્સ હમાસની નૌકાદળનું વિશેષ દળ એકમ છે. ઇઝરાયેલની વાયુસેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેમને બાતમી મળી છે કે બિલાલ અલ-કેદરા દક્ષિણ ગાઝા પટ્ટીના ખાન યુનિસ વિસ્તારમાં હાજર છે. ઈઝરાયેલની વાયુસેનાએ કહ્યું કે ગુપ્તચર માહિતીને પગલે હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બિલાલ અલ-કેદરા માર્યા ગયા હતા. ઈઝરાયેલની વાયુસેનાએ દાવો કર્યો છે કે તેના હુમલામાં હમાસના અન્ય ઘણા આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. ઈઝરાયેલની વાયુસેનાએ હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે
ઈઝરાયેલે ગાઝાના લોકોને ત્રણ કલાકની અંદર જવાની ચેતવણી આપી છે
ઈઝરાયેલે ગાઝાના રહેવાસીઓને ત્રણ કલાકમાં ઉત્તર ગાઝાથી દક્ષિણ ગાઝા તરફ જવાની ચેતવણી આપી છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ લાંબા સમયથી ગાઝામાં પાયદળ મોકલવાની યોજના બનાવી રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ગઝાન લોકોને ચેતવણી આપવામાં આવી છે.