ઈઝરાયેલી સેના ગાઝા પર હવાઈ, દરિયાઈ અને જમીન હુમલો કરવા તૈયાર, જાણો 10 મોટી બાબતો

0
208
Israel Hamas war
Israel Hamas war

Israel-Hamas war : બેન્જામિન નેતન્યાહુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇઝરાયેલ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે હમાસ ભવિષ્યમાં ઇઝરાયેલના નાગરિકો માટે ખતરો ન પેદા કરે. ઑક્ટોબર 7 ના રોજ હમાસ દ્વારા ઇઝરાયેલમાં રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારથી ઇઝરાયેલ (Israel-Hamas war)ની વળતી પ્રતિક્રિયા ચાલુ છે. ઇઝરાયલી જેટ અને આર્ટિલરીએ ગાઝા પટ્ટી પર ભારે હુમલો કર્યો. ઈઝરાયેલ તરફના હુમલામાં અત્યાર સુધીમાં 2,200થી વધુ પેલેસ્ટાઈન લોકોના મોત થયા છે. ત્યાં, ઇઝરાયેલી સેના હમાસના ગઢને નષ્ટ કરવા માટે ગાઝામાં વિશાળ જમીની યોજના તૈયાર કરી રહ્યા છે. તે માટે ફિલિસ્ટાઈન નાગરિકો તેનો વિસ્તાર છોડી દેવાની વિનંતી કરવામાં આવી છે.

Israel Palestine Conflict
Israel Palestine Conflict

  • 1. ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા રિચાર્ડ હેચટે ઉત્તરી ગાઝાના નાગરિકોને વિનંતી કરી કે, જ્યાં હમાસના ગઢ આવેલા છે ત્યાંથી ફિલિસ્ટાઈન નાગરીકો સ્થળાંતર કરે. સેનાના એક અધિકારીએ કહ્યું કે, અમે ગાઝાને  હિમાલય, સમુદ્ર અને જમીન પરથી ઘરવા તૈયાર છીએ.
  • 2. બેન્જામિન નેતન્યાહુએ તેમના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક વીડિયોમાં કહ્યું કે, હમાસ દ્વારા ચોકાવનારા હુમલાની વળતી કાર્યવાહીનો જવાબ આગળ પણ ઇઝરાયેલ આપતું રહેશે. ફ્લૅક જેકેટ પહેરેલા નેતન્યાહુએ સૈનિકોને કહ્યું કે, “શું તમે જે આગળ આવનાર સમય માટે તૈયાર છો?” 
  • ૩. 2.4 લાખથી લગભગ અડધી વસ્તી એટલે કે લગભગ 1.1 લાખ લોકો ઉત્તરી ગાઝામાં વસવાટ કરે છે. સહાય કરતી સંસ્થાઓએ કહ્યું કે યુદ્ધ વધાવના કારણે એ લોકોને સ્થળાંતરિત કરવા અસંભવ છે. ઇજરાયલી નાકાબંધીને કારણે ખોરાક, પાણી, બળતણ અને દવાનો પુરવઠો ઓછો થાય છે, સહાય કરતી સંસ્થાઓએ ગાઝામાં માનવીય સંકટની ચેતવણી આપી રહ્યા છે. સંયુકત રાષ્ટ્ર મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસે ગાઝાની પરિસ્થિતિને “”એક ખતરનાક નવો નિચલ સ્તર” બતાવ્યો છે.
  • 4. સંભવિત ઈઝરાયેલી જમીની હુમલાના કારણે વિદેશીયો સહીત 150 બંધકોની સુરક્ષા અંગે પણ આશંકાઓ  વધારી દીધી છે. ઈઝરાયેલે કહ્યું કે, હમાસે પોતાના હિંસક હુમલા દરમિયાન આ વિદેશી નાગરિકોને પકડી લીધા હતા.
  • 5. ઇઝરાયેલે હમાસને નષ્ટ કરવાની પ્રતિજ્ઞા લીધી છે, હમાસને યુ.એસ. સહિત ઘણા પશ્ચિમી દેશોએ આતંકવાદી સંગઠન તરીકે પ્રતિબંધિત કર્યો છે અને તેની તુલના ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે કરવામાં આવી રહી છે.
  • 6. ઈરાન વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દુલ્લાહીનએ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાને ઐતિહાસિક જીત તરીકે જણાવતા તેની પ્રશંસા કરી છે. હમાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કતરની રાજધાની દોહામાં એક બેઠકમાં હમાસ નેતા ઈસ્માઈલ હનિયહ અને હોસૈન અમીરાબ્દુલ્લાહિયનએ હમાસ જૂથને લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે સમર્થન ચાલુ રાખશે તે આશ્વાશન આપ્યું છે.
  • 7. જો કે, અમેરિકી રાષ્ટ્રપતિ જે બાયડેન અને વિશ્વના અન્ય નેતાઓ દ્વારા કોઈ પણ દેશ દ્વારા સંઘર્ષ વધારવા સામે ચેતવણી આપવામાં આવે છે. અમેરિકાએ ઈજરાયલના વિરુદ્ધ દુશ્મનાવટ ભરી કાર્યવાહી રોકવા માટે એરક્રાયર કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ તૈનાત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ જો.બાયડેન નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યા છે.
  • 8. થોડા દિવસ પહેલા ઈરાન સમર્થિત હિઝબુલ્લા જૂથ સાથે તાજેતરના આર્ટિલરી (તોપખાનું) વિનિમયને કારણે ઇઝરાયેલ લેબનોન સાથેની તેની ઉત્તરીય સરહદ પર અલગ જ સંઘર્ષના જોખમનો સામનો કરવો પડી રહ્યો છે.
  • 9. ઇઝરાયેલની કાર્યવાહીના એક અઠવાડિયા પહેલા, હમાસ ઘૂસણખોરોએ ગાઝા પટ્ટી અને ઈઝરાયેલી સીમા પર ભેગા થઈને ઈઝરાયેલી સીમાને તોડી દીધી હતી અને ઇઝરાયેલમાં ઘૂસીને લોકો પર ગોળીબાર કર્યો હતો અને અનેક લોકોને બંધક બનાવ્યા હતા. આ હુમલામાં અત્યાર સુધી ઈઝરાયેલના 1300થી વધુ નાગરિકોના મોત નિપજ્યા છે.
  • 10. હમાસના હુમલા બાદ ઇઝરાયેલ તરફથી જવાબુ કાર્યવાહી ચાલુ છે. ઈઝરાયેલ હમાસના હુમલાના પ્રતિઉત્તરમાં તાબડતોડ સૈન્ય કાર્યવાહીથી જવાબ આપ્યો. ગાઝાને બધી બાજુએથી ઘેરી લેવામાં આવ્યું છે અને તેના આતંકી અડ્ડાઓને નષ્ટ કરવામાં આવ્યા છે.

દેશ, દુનિયાના સમાચાર વાંચવા માટે – અહી કલિક કરો-