Home Dharma Vadtaldham :વડતાલધામ ખાતે સુફલા એકાદશીએ શ્રી સ્વામિનારાયણ મહામંત્રના 224મા પ્રાગટ્યોત્સવની ધામધૂમથી ઉજવણી,...

Vadtaldham :વડતાલધામ ખાતે સુફલા એકાદશીએ શ્રી સ્વામિનારાયણ મહામંત્રના 224મા પ્રાગટ્યોત્સવની ધામધૂમથી ઉજવણી, અખંડ ધૂનનો અનોખો રેકોર્ડ.

0
554
Vadtaldham
Vadtaldham

Vadtaldham :શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ સમાન પાવન વડતાલધામ ખાતે આજે સોમવાર, તા. 15 ડિસેમ્બરે સુફલા એકાદશીના શુભ દિવસે શ્રી સ્વામિનારાયણ મહામંત્રના 224મા પ્રાગટ્યોત્સવની ભવ્ય, દિવ્ય અને ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અખંડ મહામંત્ર ધૂનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ-વિદેશથી આવેલા સંતો અને મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો.

Vadtaldham

ઉત્સવના આરંભે વડતાલધામ મંદિર પરિસરમાં ગોઠવાયેલા પૂજન મંચ પર શ્રી હરિકૃષ્ણમહારાજની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. પૂ. લાલજી સૌરભપ્રસાદજી મહારાજે શ્રી હરિ તથા મહામંત્રનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું તેમજ મહામંત્રનો દિવ્ય મહિમા હરિભક્તોને સમજાવ્યો હતો. ત્યારબાદ સંતોના હાથે ઠાકોરજી અને મહામંત્રની આરતી ઉતારવામાં આવી હતી અને મહામંત્ર પોથીનું વિશેષ પૂજન પણ સંપન્ન થયું હતું.

આ પાવન અવસરે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી, પૂ. લાલજી મહારાજ, ભજનાનંદી સ્વામી સહિત 40થી વધુ સંતો અને પાર્ષદોએ પૂજન, અભિષેક અને મહામંત્ર લેખનનો ધર્મલાભ લીધો હતો.

સભાને સંબોધતા ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ મહામંત્રનો મહિમા સમજાવતાં જણાવ્યું હતું કે, માત્ર 224 વર્ષમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્ર વિશ્વભરમાં સ્વામિનારાયણ સંપ્રદાયની ધજા ફરકાવી રહ્યો છે. આજે અનેક દેશોમાં ભવ્ય મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે, જે મહામંત્રની આધ્યાત્મિક શક્તિનું જીવંત ઉદાહરણ છે. તેમણે તમામ હરિભક્તોને મહામંત્રનો વધુમાં વધુ જાપ અને લાભ લેવા અનુરોધ કર્યો હતો.

Vadtaldham

આ પ્રસંગે પૂ. શ્યામવલ્લભ સ્વામીએ વડતાલધામમાં ચાલી રહેલી કાયમી અખંડ ધૂનના અપૂર્વ રેકોર્ડ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ અખંડ ધૂનનો પ્રારંભ **7 ઑક્ટોબર 2006 (આસો સુદ પૂનમ)**ના રોજ સવારે 8 વાગ્યે થયો હતો અને ત્યારથી અવિરત રીતે ચાલુ છે.

Vadtaldham :વડતાલધામની અખંડ ધૂનના મહત્વના આંકડા:

  • અખંડ ધૂનના કુલ દિવસ: 7,003 દિવસ
  • અખંડ ધૂનના કુલ કલાક: 1,68,072 કલાક
  • ઓનલાઈન મહામંત્ર લેખન સમયગાળો: 9 વર્ષ, 11 માસ, 27 દિવસ
  • સંતો અને હરિભક્તો દ્વારા કુલ મંત્ર લેખન: 5,00,04,423
  • હરિભક્તો દ્વારા અંકિત કુલ મહામંત્ર: 1,12,83,27,000

Vadtaldham :શ્રી સ્વામિનારાયણ મહામંત્રનો ઇતિહાસ:

Vadtaldham

મહામંત્રના ઇતિહાસ અંગે સમજાવતાં જણાવવામાં આવ્યું હતું કે, ફરેણી ગામે સંવત 1858માં માગશર વદ એકાદશીના દિવસે સહજાનંદ સ્વામીની ધ્યાનસ્થ સભામાં શ્રી સ્વામિનારાયણ મહામંત્રનું પ્રથમ ઉચ્ચારણ થયું હતું. આ પાવન દિવસથી સહજાનંદ સ્વામી ‘શ્રી સ્વામિનારાયણ ભગવાન’ તરીકે પ્રસિદ્ધ થયા અને સંપ્રદાયનું નામ પણ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રસ્થાપિત થયું હતું.

આ સમગ્ર ઉત્સવનું સફળ આયોજન ચેરમેન ડૉ. સંતવલ્લભ સ્વામી, કો. દેવપ્રકાશ સ્વામી અને પૂ. શ્યામવલ્લભ સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો :

Ahmedabad News:અમદાવાદ નરોડામાં ‘ગોગો પેપર’ના બહાને ગાંજાનું વેચાણ ઝડપાયું

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે