HomeGujaratVadodara Road Horror: વડોદરામાં કાળજું કંપાવતો અકસ્માત: રોડ પર ઉભેલી ટ્રક પાછળ...

Vadodara Road Horror: વડોદરામાં કાળજું કંપાવતો અકસ્માત: રોડ પર ઉભેલી ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસી, 9 વર્ષના બાળક સહિત 7ના મોત, 27 ઈજાગ્રસ્ત

Vadodara Road Horror: વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ નજીક આજે (17 જૂન) વહેલી સવારે એક રૂંવાડા ઊભા કરી દેનારો ભયાનક અકસ્માત સર્જાયો છે. રોડ પર ઉભેલી એક ટ્રક પાછળ બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ ધડાકાભેર અથડાતાં 7 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જેમાં એક 9 વર્ષના માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં અન્ય 27 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Vadodara Road Horror: બાસવાડાથી સુરત જઈ રહી હતી બસ

Vadodara Road Horror

મળતી માહિતી મુજબ, બાલાજી ટ્રાવેલ્સની આ લક્ઝરી બસ રાજસ્થાનના બાસવાડાથી શ્રમિકો અને મુસાફરોને લઈને સુરત તરફ જઈ રહી હતી. વહેલી સવારે અંદાજે 3:30થી 4 વાગ્યાની આસપાસ બસ કોટંબી સ્ટેડિયમ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક રોડ પર ઉભેલી ટ્રકની પાછળ તે જોરદાર રીતે ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો અને મુસાફરો અંદર ફસાઈ ગયા હતા.

Vadodara Road Horror: યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન: NDRF-SDRF મોરચે

Vadodara Road Horror

ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડ, સિવિલ પોલીસ, SDRF અને NDRFની ટીમો અદ્યતન સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

NDRF 6 બટાલિયનના કમાન્ડન્ટ સુરેન્દ્રસિંઘે જણાવ્યું કે, “સવારે 4:40 વાગ્યે કંટ્રોલ રૂમમાં માહિતી મળતા જ અમારી ટીમ કટીંગ ટુલ્સ સાથે પહોંચી ગઈ હતી. ટીમે ભારે જહેમત બાદ 24 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા, જ્યારે 5 મૃતદેહોને બહાર કાઢી હોસ્પિટલ મોકલ્યા હતા.”

હાલમાં ઘટનાસ્થળેથી બસ અને ટ્રકને હટાવીને રોડ ક્લિયર કરી દેવાયો છે.

Vadodara Road Horror: જાણે કરંટ લાગ્યો હોય તેવો અનુભવ થયો”

અકસ્માતનો ભોગ બનેલા રાજસ્થાનથી સુરત કમાવવા જઈ રહેલા પ્રવાસી બંસીલાલે ભયાનક અનુભવ શેર કરતા જણાવ્યું કે, “વહેલી સવારે હું બસમાં સૂતો હતો, ત્યારે જ અચાનક જોરદાર ધડાકો થયો. અકસ્માત થયો ત્યારે જાણે આખી બોડીમાં કરંટ લાગ્યો હોય તેવો આંચકો અનુભવાયો હતો.”

SSG હોસ્પિટલમાં સારવાર શરૂ, 1ની હાલત નાજુક

અકસ્માતના ઈજાગ્રસ્તોને તાત્કાલિક વડોદરાની એસએસજી (SSG) હોસ્પિટલના ઈમરજન્સી ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.

વડોદરાના ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જણાવ્યું કે, “સામાન્ય ઈજાગ્રસ્તોને ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર અપાઈ હતી, જ્યારે 26 જેટલા ગંભીર ઈજાગ્રસ્તોને SSG લાવવામાં આવ્યા છે. આ પૈકી 1 દર્દીની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેને ICUમાં શિફ્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે. હોસ્પિટલમાં પૂરતો દવાનો જથ્થો, બ્લડ બેંકમાં લોહીની ઉપલબ્ધતા અને સર્જિકલ સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે.”

ChatGPT Image Jun 17 2026 11 55 30 AM 1

પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :સુરેન્દ્રનગર પોલીસને મળી મોટી સફળતા, લીંબડીમાં એટ્રોસિટી કેસમાં 5 વર્ષથી ફરાર ‘મોસ્ટ વોન્ટેડ’ આરોપી આબીદખાન પઠાણ ઝબ્બે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments