Vadodara Liquor Raid: ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ વડોદરા-ભરૂચ નેશનલ હાઈવે પર મોટી કાર્યવાહી કરી છે. હાઈવે પર આવેલી એક હોટલના પાર્કિંગમાં ઉભેલા કન્ટેનરમાંથી પોલીસે લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડી હરિયાણાના શખ્સની ધરપકડ કરી છે.

Vadodara Liquor Raid: ચોક્કસ બાતમી અને પોલીસ રેડ
સ્ટેટ મોનિટરિંગ સેલને ગુપ્ત માહિતી મળી હતી કે, નેશનલ હાઈવે 48 પર વડોદરાથી ભરૂચ તરફ જવાના માર્ગે આવેલી ‘સમરાથલ ભેરુનાથ રાજસ્થાન હાઈવે હોટલ’ ના પાર્કિંગમાં એક શંકાસ્પદ કન્ટેનર ઉભું છે. બાતમી મુજબ કથ્થાઈ, સફેદ અને પીળા કલરના આ કન્ટેનરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સ્થળ પર દરોડા પાડ્યા હતા.
Vadodara Liquor Raid: કન્ટેનરમાંથી શું મળી આવ્યું?
પોલીસે કન્ટેનરની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ 9,480 બોટલો મળી આવી હતી.
- દારૂની કિંમત: આશરે ₹48,36,000.
- કુલ મુદ્દામાલ: દારૂ, કન્ટેનર, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને પોલીસે કુલ ₹73.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ધરપકડ અને વોન્ટેડ આરોપીઓ
પોલીસે ઘટનાસ્થળેથી કન્ટેનરના ડ્રાઈવર સાકીર હુસેન બંનેખાન (રહે. હરિયાણા) ની ધરપકડ કરી લીધી છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર શખ્સો, જેમાં કયુમ હુસેનનો પણ સમાવેશ થાય છે, તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે વલણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીથી દારૂ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




