HomeGujaratVadodara/Desar: વડોદરા ડેસર બ્રેકિંગ: સાવલીનો કરડ નદી પરનો કોઝવે ધોવાયો, જીવના જોખમે...

Vadodara/Desar: વડોદરા ડેસર બ્રેકિંગ: સાવલીનો કરડ નદી પરનો કોઝવે ધોવાયો, જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા ગ્રામજનો!

Vadodara/Desar: વડોદરા જિલ્લાના ડેસર અને સાવલી પંથકમાં ચોમાસાની શરૂઆત સાથે જ સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સાવલીના ધનતેજ અને સધાપુરા ગામ વચ્ચેથી પસાર થતી કરડ નદી પર આવેલો મહત્વનો કોઝવે વરસાદી પાણીના જોરદાર પ્રવાહને કારણે ધોવાઈ ગયો છે. આ કોઝવે ધોવાઈ જતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Vadodara/Desar: વિદ્યાર્થીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં

Vadodara/Desar

કરડ નદી પરનો આ કોઝવે આસપાસના ગામોને જોડતી મુખ્ય કડી સમાન છે. કોઝવે તૂટી જવાના કારણે શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ અને પોતાના ખેતરે જતા ખેડૂતો ભારે આફતમાં મુકાયા છે. અભ્યાસ અને રોજગારી બગડે નહીં તે માટે લોકો નદીના વહેતા પાણીની વચ્ચેથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત નોકરી-ધંધા માટે રોજેરોજ અવરજવર કરતા અપડાઉનર્સની સ્થિતિ પણ કફોડી બની છે.

Vadodara/Desar: વૈકલ્પિક વ્યવસ્થાની ઉગ્ર માંગ

Vadodara/Desar

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં અવરજવર માટે અન્ય કોઈ નજીકનો વિકલ્પ ઉપલબ્ધ નથી. વરસાદી પાણીનો પ્રવાહ સતત ચાલુ હોવાથી ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે તેમ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રોષે ભરાયેલા ગ્રામજનોએ વહીવટી તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો છે અને માગણી કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અહીં વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે અને યુદ્ધના ધોરણે કોઝવેનું સમારકામ શરૂ કરવામાં આવે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: MSU કાર સ્ટંટ વિડીયો વાયરલ થતાં જ સયાજીગંજ પોલીસ એક્શનમાં; સ્ટંટબાજ કરણ ભાભોર કાર સાથે ઝડપાયો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments