Home State Gujarat Vadodara Crime: અંકોડીયા વિસ્તારમાં યુવતી હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, અન્ય યુવક સાથે અફેરની...

Vadodara Crime: અંકોડીયા વિસ્તારમાં યુવતી હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, અન્ય યુવક સાથે અફેરની શંકા અને મોબાઈલ પાસવર્ડ ન આપતા પ્રેમીએ જ ગળું દબાવી પતાવી દીધી

0
207
Vadodara Crime
Vadodara Crime

Vadodara Crime: શહેરના છેવાડે આવેલા અંકોડિયા ગામની સીમમાંથી બે દિવસ પહેલાં ચાદરમાં લપેટેલી હાલતમાં મળી આવેલી યુવતીની લાશના મામલે વડોદરા પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને યુવતીના સગા પ્રેમીએ જ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પ્રેમીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

Vadodara Crime

Vadodara Crime: ખેતરની ઝાડીઓમાંથી મળી આવી હતી ચાદરમાં લપેટેલી લાશ

અંકોડિયા ગામની સીમમાં એક ખેતરની ઝાડીઓમાંથી રવિવાર પછી એક અજાણ્યા સ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. લાશને એક ચાદરમાં લપેટવામાં આવી હતી અને યુવતીના ગળાના ભાગે વાયર તેમજ દુપટ્ટો વીંટાળેલો જોવા મળ્યો હતો, જે સ્પષ્ટપણે ટૂંપો આપીને હત્યા કરાઈ હોવાના પુરાવા આપતો હતો. ઘટનાની ગંભીરતાને જોઈને વડોદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશનું પીએમ કરાવી તપાસ શરૂ કરી હતી.

Vadodara Crime: ‘મહેંદી મૂકવા જાઉં છું’ કહીને નીકળેલી દિવ્યા પાછી ન ફરી

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીની ઓળખ વડોદરાના મુજમહુડા વિસ્તારમાં આવેલા હનુમાન નગરમાં રહેતી દિવ્યા નાનજી પરમાર તરીકે થઈ હતી. દિવ્યા રવિવારના દિવસે તેના ઘરે ‘હું મહેંદી મૂકવા જાઉં છું’ તેમ કહીને નીકળ્યા બાદ રહસ્યમય રીતે લાપતા થઈ ગઈ હતી અને ત્યારબાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

Vadodara Crime: મોબાઈલનો પાસવર્ડ ન આપ્યો ને ઝઘડો લોહીયાળ બન્યો

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, દિવ્યા સેવાસી વિસ્તારની એક હોસ્પિટલમાં નોકરી કરતી હતી. આ હોસ્પિટલની બરાબર સામે આવેલા એક કાફેમાં રોહન નારણ વણકર (રહે. દિવાળીપુરા, વડોદરા) પણ નોકરી કરતો હતો. રોજબરોજની મુલાકાતો બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

જોકે, છેલ્લા કેટલાક સમયથી રોહનને શંકા હતી કે દિવ્યા તેના સિવાય પણ કોઈ અન્ય યુવક સાથે પ્રેમ સંબંધમાં છે અને તેની સાથે વાતચીત કરે છે. રવિવારે જ્યારે બંને જણા ફરવા નીકળ્યા ત્યારે રોહને દિવ્યાનો મોબાઈલ ચેક કરવા માટે તેનો પાસવર્ડ માંગ્યો હતો. દિવ્યાએ પોતાના ફોનનો પાસવર્ડ આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. આ બાબતને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. ગુસ્સામાં અંધ થયેલા રોહને વાયર અને દુપટ્ટા વડે દિવ્યાનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી અને પુરાવાનો નાશ કરવા લાશને ચાદરમાં લપેટી અંકોડિયાની સીમમાં ફેંકી દીધી હતી. પોલીસે આરોપી રોહનની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમદાવાદ લુબી કંપનીના 500થી વધુ કર્મચારીઓ હડતાલ પર, કંપનીએ દરવાજા બંધ કરી કર્મચારીઓને અંદર જ રોક્યા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે