Home State Gujarat Workers Protests: અમદાવાદ લુબી કંપનીના 500થી વધુ કર્મચારીઓ હડતાલ પર, કંપનીએ દરવાજા...

Workers Protests: અમદાવાદ લુબી કંપનીના 500થી વધુ કર્મચારીઓ હડતાલ પર, કંપનીએ દરવાજા બંધ કરી કર્મચારીઓને અંદર જ રોક્યા

0
303
Workers Protests
Workers Protests

Workers Protests: શહેરના નરોડા-મેમ્કો વિસ્તારમાં આવેલી જાણીતી ખાનગી કંપની લુબી (Lubi Pumps) માં પગાર વધારા અને ઓવરટાઇમના મુદ્દે મોટો હોબાળો મચ્યો છે. સરકારના ધારા-ધોરણ મુજબ વેતન ન મળતા રોષે ભરાયેલા 500થી વધારે કર્મચારીઓ કંપની પરિસરમાં જ સામૂહિક હડતાલ પર ઉતરી ગયા છે. આ અચાનક થયેલી હડતાલના કારણે હાલ પૂરતું કારખાનાનું કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે.

Workers Protests

Workers Protests: રૂ. 18,000 સુધીના પગાર વધારાની માંગ સાથે હોબાળો

Workers Protests

મળતી વિગતો અનુસાર, લુબી કંપનીના કામદારો દ્વારા અગાઉ પણ મેનેજમેન્ટને પગાર વધારા અને ઓવરટાઇમના યોગ્ય વળતર બાબતે રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, લાંબા સમયથી કંપની પ્રશાસન દ્વારા કોઈ સકારાત્મક નિર્ણય ન લેવાતા કર્મચારીઓની ધીરજ ખૂટી હતી. કામદારોની મુખ્ય માંગ છે કે સરકારી ધારા-ધોરણો અનુસાર તેમનો પગાર વધારીને 18,000 રૂપિયા સુધી કરવામાં આવે. વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા આજે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા હતા અને કંપની કેમ્પસમાં જ ધરણા પર બેસી ગયા હતા.

Workers Protests: કંપનીએ મેઈન ગેટ બંધ કરી કર્મચારીઓને બહાર આવતા રોક્યા

Workers Protests

કર્મચારીઓએ કંપનીની અંદર જ વિરોધ પ્રદર્શન અને હોબાળો શરૂ કરી દેતા પરિસ્થિતિ તંગ બની હતી. લુબી કંપનીના સત્તાધીશો દ્વારા તાત્કાલિક અસરથી કારખાનાના તમામ મુખ્ય દરવાજા (મેઈન ગેટ) બંધ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ બહાર ન આવી શકે તે માટે કંપની દ્વારા તેમને પરિસરની અંદર જ રોકી રાખવામાં આવ્યા છે. હાલમાં કંપનીના ગેટ બહાર ચુસ્ત માહોલ જોવા મળી રહ્યો છે અને આ મામલે મેનેજમેન્ટ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

IPL 2026 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ગ્રાન્ડ ફિનાલે, પ્લેઓફનું શેડ્યૂલ જાહેર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે