HomeGujaratVadodara Crime: વડોદરામાં તસ્કરો બેફામ કપૂરાઈના નમન રેસિડેન્સીમાં સતત બીજા દિવસે ચોરી,...

Vadodara Crime: વડોદરામાં તસ્કરો બેફામ કપૂરાઈના નમન રેસિડેન્સીમાં સતત બીજા દિવસે ચોરી, પોલીસ પેટ્રોલિંગના દાવા વચ્ચે સ્થાનિકોમાં ભયનો માહોલ

Vadodara Crime: વડોદરા શહેરના કપૂરાઈ વિસ્તારમાં તસ્કરોએ ફરી એકવાર આતંક મચાવ્યો છે. કપૂરાઈની ‘નમન રેસિડેન્સી એપાર્ટમેન્ટ’માં તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા સતત બીજા દિવસે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે, જેને પગલે સમગ્ર વિસ્તારના રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

Vadodara Crime

મળતી માહિતી મુજબ, તસ્કરોએ નમન રેસિડેન્સીના ફ્લેટ નંબર 101 અને 201ને ફરીથી નિશાન બનાવ્યા હતા. વહેલી સવારે ત્રાટકેલા તસ્કરોએ ફ્લેટ નંબર 101માંથી માસૂમ બાળકનો ગલ્લો (ગુલ્લક) અને સોનાની વીંટીની ચોરી કરી હતી. જ્યારે ફ્લેટ નંબર 201ના દરવાજાનો નકૂચો તોડીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ફ્લેટ નંબર 201માંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડા ₹5 હજારની ચોરી થઈ ચૂકી છે, ત્યારે ફરીથી એ જ ફ્લેટમાં તસ્કરોએ હાથફેરો કરવાનો પ્રયાસ કર્યો છે.

Vadodara Crime: સ્થાનિકોના જણાવ્યા અનુસાર,

Vadodara Crime

 પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વહેલી સવારે બેધડક ચોરી કરીને તસ્કરો પોલીસ તંત્રની કામગીરી સામે સવાલિયા નિશાન ઊભા કરી રહ્યા છે. આ ઘટના અંગે સત્તાવાર ફરિયાદ નોંધાયા બાદ કપૂરાઈ પોલીસે એક્શન મોડમાં આવીને આસપાસના 40થી વધુ CCTV ફૂટેજ મેળવીને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. હવે જોવાનું એ રહેશે કે રાત્રિ પેટ્રોલિંગને ઘોળીને પીજનારા આ શાતિર તસ્કરોને કપૂરાઈ પોલીસ ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: મગરનગરી વડોદરામાં ‘ક્રોકોડાઈલ એટેક’નો ફફડાટ, ઢાઢર નદીમાં એકસાથે 11 મગરનું ઝૂંડ દેખાયું, પોશ વિસ્તારના બંગલામાં ઘૂસ્યો 9 ફૂટનો મગર!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments