Unseasonal Rains In Gujarat: રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ, ખેડૂતોમાં ચિંતા નું મોજું  

0
193
Unseasonal Rains In Gujarat
Unseasonal Rains In Gujarat

Unseasonal Rains In Gujarat: ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી સાચી પડી છે. સતત ધગતા ગોળાની જેમ પડતા તડકા વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે પવન સાથે ભારે માવઠું પડ્યું છે. ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબકતા આંબાના બગીચા ધરાવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. 

Unseasonal Rains In Gujarat

Unseasonal Rains In Gujarat: મોરબીમાં પડ્યો કમોસમી વરસાદ

Unseasonal Rains In Gujarat

ગુજરાતમાં ખાબકેલા કમોસમી વરસાદની વાત કરીએ તો મોરબીમાં અસહ્ય બફારા અને ગરમી વચ્ચે કમોસમી ઝાપટું પડ્યું છે. મોરબીના સોઓરડી વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા સ્થાનિકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે. મોરબી ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સહિતના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું છે. 

Unseasonal Rains In Gujarat: કચ્છના અંજારમાં રસ્તા પર ભરાયા પાણી

Unseasonal Rains In Gujarat

કચ્છના અંજારમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડતા રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં એક ઝાંપટાથી જ પાણી ભરાઈ ગયા છે. અંજારમાં ગાજવીજ સાથે વરસાદ થતાં અન્નદાતાઓ ચિંતામાં મુકાયા છે. 

Unseasonal Rains In Gujarat:ધારી ગીર પંથકમાં સતત બીજા દિવસે વરસાદ

Unseasonal Rains In Gujarat

આ ઉપરાંત ધારી ગીર પંથકના ગામડાઓમાં આજે સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. ધારીના દલખાણીયા, પાણીયા, મીઠાપુર, આંબાગાળા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. ગઈકાલે પડેલા વરસાદ બાદ સતત બીજા દિવસ ગીરના ગામડાઓને કમોસમી વરસાદ પડતા આંબાના બગીચા ધરાવતા ખેડૂતોને વ્યાપક નુકસાનની ભીતિ સેવાય રહી છે. 

Unseasonal Rains In Gujarat:ચૈત્ર મહિનામાં ચોમાસા જેવો માહોલ

Unseasonal Rains In Gujarat


ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ હળવા વરસાદ કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ત્યારે આજે રાપર તાલુકાના હાઇવે પટ્ટીના ગાગોદર, કીડીયાનગર, સંય ભીમદેવ કા માનાબા પેઠાપર સહિતના ગામોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ચૈત્ર મહિનામાં ચોમાસાનો માહોલ જામતા લોકોએ કાળઝાળ ગરમીથી રાહત અનુભવી હતી.

Unseasonal Rains In Gujarat: અતિભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી

Unseasonal Rains In Gujarat


કચ્છમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે. ગાંધીધામ, અંજાર, ભુજ તાલુકામાં વરસાદ વરસ્યો છે. અતિભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. તેમજ ગાગો દર વિસ્તારમાં લોકોના ઘરના નળીયાઓ અને છાપરા હવામાં ઉડયા હતા. તેમજ બોર્ડિંગ ઉડ્યા હતા. ગાગોદર ગામે પવન સાથે કરા પણ પડ્યા હતા. ધૂળની ડમરીઓ અને અતિશય પવન ફૂંકાવાના કારણે રાહદારીઓને આવન જાવનમાં મુશ્કેલી ઉભી થઈ હતી. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધશે કેમ કે, માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થાય એવી ભીતિ છે. જોકે અત્યાર સુધીમાં કોઇ સ્થળેથી નુક્સાનીના વાવડ મળ્યા નથી.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો,

YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો 

હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો