Rajkot Kshatriy samelan :  સંમેલન રાજકોટમાં અવાજ ગાંધીનગર/દિલ્હી સુધી, માત્ર એક જ અવાજ રૂપાલાને કરો બાય બાય   

0
216
Rajkot Kshatriy samelan
Rajkot Kshatriy samelan

Rajkot Kshatriy samelan : રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત્ છે. જે અંતર્ગત આજે 14 એપ્રિલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન છે. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. રતનપરમાં અંદાજે 13 એકર જગ્યામાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

Rajkot Kshatriy samelan

Rajkot Kshatriy samelan : આજરોજ ગુજરાત (Gujarat) માં ભાજપ માટે મતદાનગઢ તરીકે ગણાતું રાજકોટ શહેર (Rajkot) માં ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ના મુખ્ય આગેવાનોએ મહાસંમેલનનું આયોજન કર્યું છે. આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને લઈ આગામી દિવસોમાં સરકાર વિરુદ્ધની રણનીતિ જાહેર કરવાામાં આવી છે. આ સંમેલનમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ના આગેવાનો અને લોકો સંમેલન (Kshatriya Community) માં ઉપસ્થિત રહ્યા છે.

Rajkot Kshatriy samelan

Rajkot Kshatriy samelan :  ‘સૌથી પહેલી વાત ટિકિટ રદ એટલે રદ’


Rajkot Kshatriy samelan : રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષથી રાજપૂત સમાજ જે કંઈ અનુભવી રહ્યો હતો, જેની લાગણીઓને ઠેસ પહોંચતી હતી, એ બધું ધીમે ધીમે ભેગું થયું અને 23 તારીખે ભૂકંપ જેવો બફાટ થયો. મને એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, જ્યારે જ્યારે ભૂકંપ થાય ત્યારે નવસર્જન થાય છે. સાચી વાત છેને? કચ્છમાં નવસર્જન થયું છે, એટલે આપણે ત્રણ-ચાર વસ્તુઓ સમજવાની છે. ત્રણ-ચાર વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે.

Rajkot Kshatriy samelan

Rajkot Kshatriy samelan : 23 તારીખે જે કંઈ બનાવ બન્યો અને બનાવ બન્યા પછી જે કંઈ માફીના નાટકો થયા એ હજુ ચાલુ છે. આપણે એ સમજવાનું છે, પ્રશ્ન કોણે ઉભો કર્યો? પ્રશ્નમાં રાજકારણ કોણે કર્યું? પ્રશ્નને વધારે મોટો કોણે બનાવ્યો? આમા અમે ક્યાં? તમે બારોબાર ગમે એટલા સમાધાન કરો.

જેના માટે પ્રશ્ન છે એને તમે ક્યાંય વચ્ચે રાખ્યા? એને ક્યાંય પૂછ્યું? માફી આપવાનો સત્તા આ સમાજને છે. બીજા બારોબાર ગમે તે વાતો કરે એ સમાજને કેવી રીતે મંજૂર હોય? આપણે જે લડતની શરૂઆત થઈ અને પછી એવું લાગ્યું કે, ભૂતકાળમાં જે કંઈ થયું તે લડત કોઈ અલગ અલગ માર્ગે ફંટાઈ ન જાય તે માટે 28 માર્ચે અમદાવાદમાં મિટિંગ રાખી અને આ લડતની કમિટી બનાવી. જે કંઈ લડત ચાલી તેમા ત્રણ-ચાર બાબતો ખૂબ મહત્વની હતી.

Rajkot Kshatriy samelan

Rajkot Kshatriy samelan : અત્યાર સુધી મોટા ભાગના લોકો એવું સમજે છે કે, આ એક સંસદસભ્યની ટિકિટ રદ કરાવવા પૂરતો મામલો છે. પણ એ તો ફરજિયાત પ્રશ્ન છે. ભારત દેશમાં છેલ્લા થોડા સમયથી નૈતિક અધઃપતન થઈ રહ્યું છે તેને અટકાવવાની જવાબદારી તો કોઈએ લેવી પડશેને? એને કોણ અટકાવશે? એના માટે જ આ તૈયારી કરી છે. મીડિયા અને બુદ્ધિજીવી લોકો પણ આ વાતને સમજ્યા છે. આ એક સામાજિક લડત છે

અને અન્ય કોઈ દોરીસંચાર કે રાજકારણ નથી. આપણી જવાબદારી છે કે અત્યાર સુધી જે ધૈર્ય રાખ્યું, કુનેહ વાપરી કે જે આયોજનો કર્યા. પરંતુ હવે ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકશાહીઢબે આપણે આપણું કામ કરવાનું છે. કાયદાની મર્યાદામાં કરવાનું છે, શિસ્તબદ્ધ રીતે કરવાનું છે.

Rajkot Kshatriy samelan

Rajkot Kshatriy samelan : આ બધા કાર્યક્રમો સ્વયંભૂ ચાલે છે. એક એક ક્ષત્રિય આ લડત લડી રહ્યા છે. આ બધી વાતને ધ્યાનમાં રાખીને ત્રણ-ચાર વાત આપની સમક્ષ મૂકું છું. સૌથી પહેલી વાત ટિકિટ રદ એટલે રદ, એમા બીજી વાતચીતની જરૂર નથી લાગતી. આગળની વાત માટે ત્રણ-ચાર બાબતનું અનુશાસન આપણે કરવું પડશે. સૌથી પહેલા એકતા જાળવી રાખશો? સંકલન સમિતિમાં વિશ્વાસ રાખશો? સંકલન સમિતિનો આદેશ માનશો? આ આયોજન સમગ્ર ક્ષત્રિય સમાજ વતી થઈ રહ્યું છે અને કોઈ રાજકારણ નથી.

Rajkot Kshatriy samelan :  ‘રૂપાલાભાઈ તેમને રૂપાળા કેમ લાગે છે?

Rajkot Kshatriy samelan


રાજપૂત વિદ્યાસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, આ ઘડિયા લગ્નમાં વગર આમંત્રણે બે દિવસની મુદતમાં સૌ ભાઈ-બહેન ભેગા થયા છીએ, ત્યારે આ સરકારમાં પરિવર્તન લાવીને જ રહીશું. હું ક્ષત્રિય સમાજની લાગણી સમજુ છું, આજે ભાજપવાળા સમજતા નથી કે, રૂપાલાભાઈ તેમને રૂપાળા કેમ લાગે છે?

આજે આખો સમાજ એક બાજુ અને એક વ્યક્તિને હટાવી શકતા નથી. આજે બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ છે, ત્યારે મારે મોદીજીને કહેવું છે કે તમારે બંધારણમાં ફેરફાર કરવા 400 સીટ જોઇએ છેને? રાજપૂત સમાજને ટિકિટ આપો તો 400 નહીં 500 ઉપર સીટ થઈ જશે. મોદીજીને કહેવું છે આજે સભા પૂરી થાયને 8 વાગ્યે ઘરે જઈ એ પહેલા બ્રેકિંગ ન્યૂઝમાં આપો રૂપાલા હટી ગયા.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો,

YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો 

હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.