WhatsApp  જેવુ ફીચર્સ લાવ્યું Facebook, ફોટા અને વિડીયો મોકલનારની મોજ

0
91
WhatsApp જેવુ ફીચર્સ લાવ્યું Facebook, ફોટા અને વિડીયો મોકલનારની મોજ
WhatsApp જેવુ ફીચર્સ લાવ્યું Facebook, ફોટા અને વિડીયો મોકલનારની મોજ

Facebook brings WhatsApp feature: આજના સમયમાં એકબીજાને ફોટા અને વીડિયો મોકલવાનું ચલણ વધ્યું છે. આ સાથે HD ક્વોલિટીમાં વીડિયો અને ફોટોની માંગ વધી છે.

ફોટા અને વીડિયોની ક્વોલિટી ખરાબ થાય તેવું કોઈ ઈચ્છતું નથી. આ માટે એક પછી એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ HD ક્વોલિટીમાં ફોટો અને વીડિયો મોકલવાનો ઓપશન આપે છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

WhatsApp  જેવુ ફીચર્સ લાવ્યું Facebook, ફોટા અને વિડીયો મોકલનારની મોજ

Facebook યુઝર્સ 100 MB સુધીની ફાઇલો મોકલી શકશે

તાજેતરમાં, WhatsApp એ HD ફોટા અને વીડિયો મોકલવાનો વિકલ્પ આપ્યો છે. આ પછી વ્હોટ્સએપની માલિકીની કંપની મેટાએ Facebook Messenger app માં પણ HD ફોટો અને વીડિયો મોકલવાની જાહેરાત કરી છે.

આ ફીચરની મદદથી ફેસબુક મેસેન્જર યુઝર્સ 100MB સુધીની ફાઇલ સરળતાથી ટ્રાન્સફર કરી શકશે. જો Facebook પર HD ફોટા અને વીડિયો મોકલવામાં આવે તો તેની જમણી બાજુએ HD નો વિકલ્પ ઉપલબ્ધ થશે.

વોટ્સએપની જેમ ફેસબુક મેસેન્જરને પણ HD ફોટો અને વીડિયો મોકલવા માટે એક અલગ બટન આપવામાં આવશે, જેને દરેક યુઝરે પસંદ કરવાનું રહેશે.

Facebook : વધુ ડેટા વપરાશ થશે

જો કે, તમે HD ગુણવત્તામાં ફોટા અને વિડિયો મોકલો છો, તો ડેટા વપરાશ વધુ થશે, જ્યારે તમે સામાન્ય SD ગુણવત્તામાં ફોટા અને વિડિયો મોકલો છો, તો ડેટાનો વપરાશ ઓછો થશે.

જો આપણે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિશે વાત કરીએ તો, ટેલિગ્રામની મદદથી વપરાશકર્તાઓ 2 GBની ફાઇલો ટ્રાન્સફર કરી શકશે.

મેટા પ્લેટફોર્મ તેની દરેક પ્રોડક્ટમાં નવા ફીચર્સ લાવી રહ્યું છે. જે Facebook, WhatsApp અને Instagram યુઝર્સ માટે અનુકૂળ હોઈ શકે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો