HomeDeshTragedy in Afghanistan:પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર મોટી એરસ્ટ્રાઈક: એક જ પરિવારના 16ના મોત,...

Tragedy in Afghanistan:પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર મોટી એરસ્ટ્રાઈક: એક જ પરિવારના 16ના મોત, તાલિબાનની વળતા પ્રહારની ચેતવણી

Tragedy in Afghanistan:પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોમાં અત્યાર સુધીનો સૌથી મોટો તણાવ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની વાયુસેનાએ રવિવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં ભયાનક હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં નાંગરહાર પ્રાંતમાં એક જ પરિવારના 16 નિર્દોષ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

Tragedy in Afghanistan:પાકિસ્તાનનો દાવો: TTP ના સાત ઠેકાણાઓ ઉડાવ્યા

Tragedy in Afghanistan

પાકિસ્તાન સેના અને સૂચના મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ એક ઇન્ટેલિજન્સ આધારિત ઓપરેશન હતું. પાકિસ્તાને દાવો કર્યો છે કે તેમણે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને ઇસ્લામિક સ્ટેટના સાત આતંકી કેમ્પોને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાનનો આરોપ છે કે તાજેતરમાં બન્નૂ અને બાજોરમાં થયેલા આત્મઘાતી હુમલાઓ, જેમાં લેફ્ટનન્ટ કર્નલ સહિત અનેક સૈનિકો શહીદ થયા હતા, તેનું સંચાલન અફઘાનિસ્તાનની ધરતી પરથી થઈ રહ્યું હતું.

Tragedy in Afghanistan:અફઘાનિસ્તાનનો આક્રોશ: “કડક જવાબ આપીશું”

બીજી તરફ, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે આ હુમલાને તેની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. અફઘાન રક્ષા મંત્રાલયે નિવેદન આપ્યું છે કે પાકિસ્તાની ડ્રોન અને વિમાનોએ રહેણાંક વિસ્તારો અને ધાર્મિક શાળાઓને નિશાન બનાવી છે. તાલિબાને ચેતવણી આપી છે કે તેઓ યોગ્ય સમયે આ હુમલાનો કડક જવાબ આપશે.

Tragedy in Afghanistan:એરસ્ટ્રાઈકની મોટી અસરો:

  • નાગરિકોની જાનહાનિ: નાંગરહારમાં એક ઘર પર થયેલા હુમલામાં પરિવારના 23 લોકો કાટમાળ નીચે દટાયા હતા, જેમાંથી 16 ના મોત થયા છે.
  • આંતરરાષ્ટ્રીય દબાણ: પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે તેઓ તાલિબાન પર દબાણ લાવે જેથી અફઘાન જમીનનો ઉપયોગ આતંકવાદ માટે ન થાય.
  • TTP નો ખતરો: ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025 મુજબ, પાકિસ્તાન દુનિયાનો બીજો સૌથી આતંક પ્રભાવિત દેશ બની ગયો છે, જેમાં TTP ના હુમલામાં 90% નો વધારો થયો છે.
Tragedy in Afghanistan

કેમ વધ્યો વિવાદ?

2021 માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ TTP (પાકિસ્તાની તાલિબાન) વધુ સક્રિય થયું છે. પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાન તાલિબાન TTP ને આશ્રય આપે છે. ઓક્ટોબરથી બંને દેશો વચ્ચે સરહદ પર અથડામણો ચાલુ છે અને કતાર કે તુર્કી જેવી મધ્યસ્થીઓ પણ કાયમી શાંતિ સ્થાપવામાં નિષ્ફળ રહી છે.

શું છે TTP? TTP ની રચના 2007 માં પાકિસ્તાની સેના અને સરકાર વિરુદ્ધ જિહાદ છેડવા માટે કરવામાં આવી હતી. તે પાકિસ્તાનમાં શરિયા કાયદો લાગુ કરવા માંગે છે અને સુરક્ષા દળો પર સતત હુમલા કરે છે.

આ પણ વાંચો : પાકિસ્તાની ખેલાડીઓના સમર્થનમાં આવ્યો હેરી બ્રૂક, IPL માલિકો સામે ઉઠ્યા સવાલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments