SCO Summit: કિર્ગિસ્તાનના બિશ્કેકમાં યોજાયેલી 26મી SCO સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે ભારતનું વલણ વધુ એક વખત સ્પષ્ટ કર્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની હાજરીમાં મોદીએ આતંકવાદ જેવા ગંભીર મુદ્દે કોઈપણ પ્રકારના બેવડા ધોરણને સ્થાન ન હોવું જોઈએ તેવો સંદેશ આપ્યો.
વડાપ્રધાને આતંકવાદ સામે અસરકારક અને એકજૂટ વૈશ્વિક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આતંકવાદને નીતિના સાધન તરીકે ઉપયોગ કરનારા તેમજ આતંકવાદીઓને આશ્રય અને સમર્થન આપનારા દેશો સામે સ્પષ્ટ સંદેશ આપવો જરૂરી છે.
SCO Summit: આતંકી ઇકોસિસ્ટમ સામે એકજૂટ થવાની હાકલ

PM મોદીએ આતંકવાદની સમગ્ર ઇકોસિસ્ટમને નષ્ટ કરવા SCO દેશોને સાથે મળીને કામ કરવાની અપીલ કરી. આતંકવાદનું ફંડિંગ, આતંકીઓની ભરતી, કટ્ટરપંથીકરણ અને સુરક્ષિત આશ્રયસ્થાનો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત તેમણે રેખાંકિત કરી.

મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આતંકવાદને કોઈ પણ દેશ માટે ‘સ્ટ્રેટેજિક એસેટ’ તરીકે જોવાની માનસિકતા સ્વીકારી શકાય નહીં.
SCO Summit: SCO માટે ભારતનો સ્પષ્ટ સંદેશ

ભારતે લાંબા સમયથી આતંકવાદના તમામ સ્વરૂપો સામે શૂન્ય સહનશીલતાનું વલણ રજૂ કર્યું છે. SCO જેવા બહુપક્ષીય મંચ પર વડાપ્રધાન મોદીના આ નિવેદનને ભારતની સુરક્ષા ચિંતાઓને વૈશ્વિક સ્તરે વધુ મજબૂતીથી રજૂ કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
હવે SCOના સભ્ય દેશો આતંકવાદના ફંડિંગથી લઈને તેની ભરતી અને સુરક્ષિત ઠેકાણાં સુધીની સમગ્ર વ્યવસ્થા સામે કેટલી અસરકારક સંયુક્ત કાર્યવાહી કરે છે, તેના પર નજર રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી છે અને તેની સીધી અસર હવે ખેડૂતોની ચિંતામાં જોવા મળી રહી છે.

