Setback for Team India All-Rounder: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાની લક્ઝરી લાઇફસ્ટાઇલ અને નવા અવતારને લઈને ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. પોતાની વિસ્ફોટક બેટિંગ અને ઘાતક બોલિંગ માટે જાણીતો હાર્દિક આજકાલ ઇજાની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે અને બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સ (COE)માં રીહેબમાંથી પસાર થઈ રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેનો એક નવો વીડિયો અને તસવીરો ખૂબ વાઇરલ થઈ રહી છે, જેમાં તે પોતાના નવા કૂલ લુક અને ચમકતી લક્ઝરી સુપરકાર સાથે જોવા મળી રહ્યો છે. પ્રેક્ટિસ સેશન પછી હાર્દિક પોતાની ચમકતી ફેરારી 12 સિલિન્ડ્રી (Ferrari 12Cilindri) કાર સાથે પોઝ આપતા અને તેને નિહાળતા જોવા મળ્યો હતો, ભારતમા આ લક્ઝરી સુપરકારની કિંમત અંદાજે ₹12 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે.

Setback for Team India All-Rounder: ઇજાને કારણે અફઘાનિસ્તાન સિરીઝમાંથી બહાર
હાર્દિક પંડ્યાની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેકનો રસ્તો એકવાર ફરી મુશ્કેલ બનતો દેખાઈ રહ્યો છે. BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સમાં ટ્રેનિંગ દરમિયાન તેના પગમાં ફરી ઈજા થઈ છે. આ નવી સમસ્યાએ અફઘાનિસ્તાન સામે રમાનારી ત્રણ મેચની T20I સિરીઝ માટે તેના રમવા પર સવાલો ઊભા કરી દીધા છે. રિપોર્ટ્સ મુજબ, હાર્દિક કમબેકની તૈયારીમાં યોગ્ય રસ્તા પર હતો અને પૂરી ઝડપ સાથે ટ્રેનિંગ કરી રહ્યો હતો, પરંતુ પગમાં તકલીફ સામે આવ્યા બાદ તેને હાલ પૂરતી બોલિંગ રોકવાની સલાહ આપવામાં આવી છે. 13 સપ્ટેમ્બરથી દિલ્હીમાં શરૂ થનારી અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે જરૂરી ફિટનેસ લેવલ સુધી પહોંચવું તેના માટે મુશ્કેલ બન્યું છે.

Setback for Team India All-Rounder: લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે હાર્દિક
હાર્દિક પંડ્યાએ 24 મેના રોજ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે પોતાની છેલ્લી મેચ રમી હતી, અને ત્યારપછી તેણે કોઈ કોમ્પિટિટિવ મેચ રમી નથી. ભારત માટે તેની છેલ્લી મેચ 8 માર્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ હતી. જૂનમાં અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝ પહેલાં પણ તેના ક્વાડ્રિસેપ્સમાં લો-ગ્રેડ સ્પ્રેન હોવાની વાત સામે આવી હતી. હવે COEની મેડિકલ અને ફિટનેસ ટીમ તરફથી પૂરેપૂરું ‘ઓલ-ક્લિયર’ મળ્યા પછી જ તેની ટીમમાં વાપસી અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

