શ્રીજીને મહિલા ચિત્રકારોનું કેનવાસ પર રંગોથી તિલક

0
305
શ્રીજીને મહિલા ચિત્રકારોનું કેનવાસ પર રંગોથી તિલક
શ્રીજીને મહિલા ચિત્રકારોનું કેનવાસ પર રંગોથી તિલક

શ્રીજીને ગુજરાતની મહિલા ચિત્રકારોએ પોતાની શૈલી દ્વારા અદ્ભુત રીતે ગણેશજીની આરાધના કરી છે અને કેનવાસ પર રંગોથી તિલક કર્યું છે .ગણેશ ચતુર્થીનું પર્વ ભક્તિભાવ સાથે ગણેશજીની આરાધના ભક્તો કરી રહ્યા છે ત્યારે  જાણે ગણેશલોકમાં વિહાર કરતા હોઈએ તેવી અનુભૂતિ કરવી હોય તો અમદાવાદ રવિશંકર  આર્ટ ગેલેરી  લો ગાર્ડન જવું પડે .ગુજરાતની 38 મહિલા ચિત્રકારોનું તેમના કેનવાસ પર કંડારેલા 76ચિત્રોમાં શ્રીજીને જોવા શહેરના કળા રસિકો પહોંચ્યા અને શ્રીજીની આરાધના કરતી ચિત્રકારોને બિરદાવી. ગણેશજીના વિવિધ સ્વરૂપો ,વિઘ્નહર્તાની આરાધના વિષય પર ગુજરાત વિજ્યુઅલ મહિલા આર્ટિસ્ટ એસોશિએશન દ્વારા આયોજિત પ્રદર્શનમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું સ્થાપન અને વિવિધ સ્વરૂપો મહિલા ચિત્રકારોનું સર્જન કેનવાસ પર થયું છે

1 1 1

કલાકારોએ પોતાની સંવેદનાઓ રંગોથી કેનવાસ ઉપર ઢાળીને કલાને જીવંત રાખીછે.મહિલા ચિત્રકારોએ તેમની અદભુત ચિત્રકલા સર્જન દ્વારા સાક્ષાત દુંદાળાદેવની સમીપે પહોંચાડીને સકારાત્મક ઉર્જાના દર્શન કરાવે છે વિઘ્નહર્તાના ચિત્રનું નિર્માણમાં વોટર કલર એક્રેલિક કલર્સ સાથે આર્ટ એન્ડ ક્રાફટની સામગ્રીનો ઉપયોગ કરીને સુંદર સર્જન કર્યું છે. ભારતીય સંસ્કુતિમાં ઉત્સવને પ્રથમ સ્થાન છે . દરેક તહેવારની ઊજવણીના કેન્દ્રસ્થાને ભાતીગળ સંસ્કૃતિના દર્શન થાય છે  ભારતવર્ષમાં અંગ્રેજો સામે આઝાદીની ચળવળના ભાગરૂપે ગણેશ ચતુર્થી મહોત્સવની ઊજવણી ભક્તિ સાથે શક્તિ તથા સંગઠન માટે લોકમાન્ય તિલકે કરેલા આહવાનને દેશભરમાંથી પ્રચંડ પ્રતિસાદ મળ્યો અને આઝાદીની ચળવળનું રણશિંગુ ફુક્યું અને અંગ્રેજો વિરુદ્ધ જ્વાળા ભભૂકી ઉઠી હતી. ત્યારથી દેશભરમાં ગણેશ મહોત્સવ ઉજવાય છે.આર્ટ ગેલેરીમાં આધ્યાત્મિકતાથી છલકાતા અલૌકિક ચિત્રો પ્રદર્શિત થયા  છે.

1 5

શ્વેત આર્ટ પેપર કે કેનવાસ રંગો દ્વારા ઉપસી આવતા આકારો, ધાર્મિક ચિન્હો, એબસ્ટ્રેક ફોર્મ, જુઘ જુદા ભાવ વિગેરે ચિત્રકારની અંદર રહેલ વિચારધારા, પ્રકૃતિ સાથે જોડાયેલ પ્રેમ તથા સંસ્કાર હોય છે. રંગોની સમજ પણ આપણી અંદર સમજપૂર્વક છુપાયેલી બહાર આવે છે. માટેજ કલાકૃતિ ઉપરથી કલાકારના આંતરીક દર્શન થાય છે આ પ્રદર્શનમાં આર્ટ પેપર તથા કલા તથા કલાકારનો વિશેષ પરિચય આપતા ખુલ્લા પ્રભાવી રંગો દ્વારા મહિલા ચિત્રકારોએ કલા, આધ્યાત્મિકતા, દ્વારા સુંદર આકારોમાં ઢાળીને આગવી ઓળખ આપી છે .

1 4 1

આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શનનં  સંકલન ચિત્રકાર નયના મેવાડા અને હંસા પટેલે કર્યું .આ પ્રદર્શનમાં કેનવાસ ઉપર પ્રભાવશાળી રંગો આધ્યાત્મિકતા તરફની પ્રેરણા આપતા જોવા  મળ્યા

1 3

દેશભરમાં હાલ ભગવાન ગણેશજીની આરાધના પર્વ ચાલી રહ્યું છે અને ઘરે ઘરે શ્રીજીની પધરામણી થઇ છે અને ભક્તિના રંગે જયારે શ્રદ્ધાળુઓ રંગાયા છે ત્યારે ગુજરાતની મહિલા ચિત્રકારોએ પણ પોતાની શ્રદ્ધા કેનવાસ પર ઉતારી છે અને ભગવાન ગણેશજીની આરાધના કરી છે.