ગણેશ મહોત્સવ -લાલબાગચા રાજાના દરબારમાં જવાન

1
139
Lalbaugcha Raja

મુંબઈ સાથે દેશભરમાં ગણેશ મહોત્સવ ની ધૂમ ચાલી રહી છે ત્યારે બોલીવૂડ પણ આજકાલ ગણપતિ મહોત્સવ ના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે. મુંબઈમાં ગણેશ મહોત્સવ નો અલગ અંદાઝ જોવા મળી છે એમાં પણ ખાસ કરીને મુંબઈમાં આવેલા લાલબાગચા રાજાના દર્શન કરવાનો લાહવો કોઈ ચૂકવા નથી માંગતું. બોલીવુડની કિંગ ખાન બાદશાહ શાહરૂખ ખાન પણ દાદાના દર્શન કરવા પહોચ્યા.

મુંબઈ સ્થિત લાલબાગચા રાજાના દર્શન કરવા શાહરૂખ ખાન આવ્યા હોવાથી રોજ જોવા મળતી ભીડથી વધુ ભીડ જોવા મળી. શાહરૂખ ખાન પોતાના પુત્ર  અબરામ અને મેનેજર પૂજા દદલાની  સાથે આવ્યા હતા. અબરામે લાલ રંગનો કુર્તામાં નજર આવ્યો.

શાહરૂખ ખાન માટે આ વર્ષની ગણેશ ચતુર્થી વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તેમની આ વર્ષની બીજી ફિલ્મ રિલીઝ, “જવાન” બ્લોકબસ્ટર બનવા માટે તૈયાર છે, જે સંભવિતપણે ₹1000 કરોડના આંકડાને  વટાવી રહી છે. જવાને વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર પહેલાથી જ ₹900 કરોડ કમાઈ ચૂકી છે અને આ સપ્તાહના અંતે વિશિષ્ટ ₹1000 કરોડના ક્લબમાં પ્રવેશવાની ધારણા છે.

મુંબઈમાં આવેલ લાલબાગચા રાજાનો ઈતિહાસ

મુંબઈમાં ગણેશ મહોત્સવ દરમિયાન લાલબાગચામાં દરેક વર્ષે વિશાળ ગણેશજીની પ્રતિમા સ્થાપિત છે. ૧૯૩૪માં પ્રથમવાર અહી ગણેશજીની પ્રતિમા સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતમાં અહી છબી રાખવામાં આવતી હતી. અહી ગણેશ સ્થાપના પાછળ એક ખાસ કારણ જાણીતું છે કેહવામાં આવે છે એક જમાનામાં મુંબઈના લાલબાગના વ્યાપારીઓ કાફલો ઘાટમાં જઈ રહ્યો હતો, ત્યારે વેપારીઓએ લાલબાગના ખુલ્લા મેદાનમાં ગણેશજીની સથાપના કરીને પંડાલની શરૂઆત કરી જેના થકી વેપારીઓની મનોકામના પૂર્ણ થાય.

૧૯૩૪માં સ્થાપના થયેલા લાલબાગચા રાજાની તસવીર
૧૯૩૪માં સ્થાપના થયેલા લાલબાગચા રાજાની તસવીર

ત્યાર બાદ ૧૯૩૪થી આજ દિન સુધી મુંબઈમાં આવેલ લાલબાગમાં લાલબાગચા રાજાની સ્થાપના થાય છે.

દેશમાં ગણેશ મહોત્સવની ધૂમ

સૌપ્રથમ વાર ગાયના ગોબરમાથી બન્યા શ્રીગણેશ

બાળકોએ બનાવ્યા માટીના ગણેશજી


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.