દિલની વાત 1138 | આ અંતિમ પરીક્ષા નથી | VR LIVE

    0
    282

    માતા પિતાએ પોતાના દીકરા દીકરીનું જાતમૂલ્યાંકન કરવું જોઈએ વિદ્યાર્થીઓના પેરેન્સ્ટ અને સગાઓએ પરીક્ષા સમયે મોટી મોટી શિખામણો અને ડરામણી સલાહો થી દૂર રહેવું. આપણી સલાહો અને અપેક્ષાઓ બાળકના વાર્ષિક મૂલ્યાંકનના એ ત્રણ કલાક ઉપર માનસિક અસર પહોંચાડે છે. અને બાળક ડિપ્રેસન નો ભોગ બની શકે છે.અને કેટલાક વિદ્યાર્થીઓ પોતાની કે માતા પિતાની અપેક્ષાઓને પુરી નહિ કરી શકવાના ડરથી પરીક્ષાના પરિણામ પહેલાજ આત્મહત્યા જેવું કપરું પગલું ભરી બેસે છે.જે આપણે સમાચારોમાં જોઈને વ્યથતિ થઇએ છીએ.પરીક્ષા દરમ્યાન દરેક બાળકને એક વાર નહિ અનેક વાર એના પેરેન્ટ્સ દ્વારા કહેવાયેલું હોવું જ જોઈએ કે ” આ પરીક્ષા એ જિંદગી નથી, ક્યારેય પરીક્ષાઓ ના આપી હોય એવા લોકોની પણ જિંદગી તો હોય જ છે. જે પરિણામ આવે ભલે આવે ચિંતા ના કરતો કે ના કરતી, તું પાસ થાય કે નાપાસ આગળ શું કરવું એ આપણે સાથે બેસી ને નક્કી કરીશું.આ પરીક્ષા વિદ્યાર્થી ની જ નહીં માતા પિતાની પણ છે.

    લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
    યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
    ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
    રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો