ART : નાસિકની પાવન ભૂમિમાં  સમગ્ર  રાષ્ટ્રના ચિત્રકારોએ કર્યો સપ્તરંગી અભિષેક

0
300
ART
ART

ART  : “કલા પ્રતિષ્ઠાની” દ્વારા 15 મી રાષ્ટ્રીય કલાશિબિર નાસિક ખાતે તારીખ 20 – 3 -20124 થી 23- 3 -2024 સુધી (ચાર દિવસ) યોજવામાં આવી . સમગ્ર રાષ્ટ્રના 60 ચિત્રકારો જોડાયા હતા … તપોવન બ્રહ્મચર્ય આશ્રમ ખાતે સંતોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો પ.પૂ. જ્ઞાન પુરાણી સ્વામીના વરદ હસ્તે ખેસ અર્પણ કરીને અક્ષત કંકુ વડે પૂજન કરીને રાષ્ટ્રીય કલા શિબિરની વેદોની ઋચાઓ નો મંત્રોચ્ચાર કરીને શુભેચ્છા પાઠવી હતી .કાર્યક્રમનું સંચાલન સંસ્થાના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ કર્યું હતું.

ART

ART  : નાસિક તીર્થક્ષેત્ર ખાતે 15મી રાષ્ટ્રીય કાર્યશિબિરમાં માતા ગોદાવરીના તટ પર પંચવટીની પાવન ભૂમિમાં તીર્થસ્થાનોની  કલાકૃતિઓનું સર્જન કરીને સપ્તરંગી જીર્ણોદ્ધાર  કલાસાધકોએ કર્યો.

ART  : કલા પ્રતિષ્ઠાનના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ કહ્યું કે કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત નાસિક તીર્થક્ષેત્ર ખાતે 15મી રાષ્ટ્રીય કાર્યશિબિરમાં માતા ગોદાવરીના તટ પર પંચવટીની પાવન ભૂમિમાં કપિલા અને ગોદાવરીના સંગમ પર માતા જાનકીની પર્ણ કુટિયાના સ્થાનો પર  દેવાલયના તીર્થસ્થાન  પર કુલ 306 કલાકૃતિઓનું સર્જન કરીને સપ્તરંગી અભિષેક કરીને કલાકુંભ પૂર્ણ કરવામાં આવ્યો .  કલા પ્રતિષ્ઠાન તરફથી ચિત્રકાર કનુ ભાઈ ટાંક નો આભાર વ્યક્ત કરું છું. સમગ્ર આયોજનમાં તેમનો સિંહફાળો રહ્યો.

ART  : ઉદયપુરથી આવેલા જાણીતા ચિત્રકાર અનુરાગ મહેતાએ જણાવ્યું કે સમગ્ર રાષ્ટ્રના કલાસાધકોએ દિવ્ય ભૂમિપર રંગોત્સવ ગોદાવરી તટ પર કે નાસિકની ગલીઓ ..અમે નેશનલ આર્ટ કેમ્પમાં કલા પ્રતિષ્ઠાનના આભારી છીએ અને રાષ્ટ્રના ચિત્રકારો સાથે કામ કરવાનો અવસર પ્રાપ્ત થતો.

ART  : કલા પ્રતિષ્ઠાનના ટ્રસ્ટી અને આર્ટ કેમ્પના મુખ્ય સંયોજક ચિત્રકાર નટુ ભાઈ ટંડેલે જણાવ્યું કે નાસિકના સ્થાનિક ચિત્રકારો પણ કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત આર્ટ કેમ્પમાં ચિત્રકારોને બિરદાવવા આવી પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે નાસિકમાં ગોદાવરી ઘાટ , કપિલ ગોદાવરી સંગમ, અને જુના નાસિક શહેરની ઇમારતો અને ગલીઓમાં બેસીને બધાજ ચિત્રકારોએ પોતાની આગવી શૈલીથી કલા સર્જન વોટર કલરમાં કર્યું છે. જે અદભુત છે.

નાસિક ખાતે સર્જન થયેલ કલા કૃતિઓને જોઈને સ્થાનિકો અચંબિત થયા હતા. કલા પ્રતિષ્ઠાનના ટ્રસ્ટી અને આર્ટ કેમ્પના મુખ્ય સંયોજક ચિત્રકાર નટુ ભાઈ ટંડેલ , ચિત્રકાર અજિત ભંડેરી, ભાવેશ પટેલ , દિપક મહેતા , નરેન્દ્ર ગોહિલ અને સુધા ઘેવરિયાએ ખુબ  સરસ  રીતે કાર્યક્રમનું આયોજન  કર્યું તથા કેમ્પના  આયોજનમાં  મુકેશ ધોળકિયા , જય ગોહિલ , બલદેવ પટેલ, દિવ્યેશ બાગડાવાલા , મયુર મિસ્ત્રી સહિતના ચિત્રકારોએ  દરેક પ્રવૃત્તિઓમાં સહકાર આપીને નેશનલ આર્ટ કેમ્પને સફળ બનાવ્યો હતો.

IPL ના લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો