JAY GANGADIYA: અમદાવાદના દિવ્યાંગ યુવાને સંવેદનાના રંગો પૂરીને મતદાન જાગૃતિની ધૂણી ધખાવી

0
1411
JAY GANGADIYA
JAY GANGADIYA

JAY GANGADIYA: જીવન માં કોઈપણ કામ અશક્ય નથી , કોઈપણ પરિસ્થિતિ માં દ્રઢ મનોબળ સાથે જય પાસેથી જીવનમાં ઘણું શીખાય .. જયને પ્રોફેશનલ આર્ટિસ્ટનું કદાચ બિરુદ મળે ન મળે પણ તેમણે Art , કલા સફરમાં positive સકારાત્મક Energy ઉર્જા, કલા નો ઉછેર, સંભાળ અને સતત કલા સાધનાનું પરિણામ કલા જગત સમક્ષ મૂક્યું છે..

JAY GANGADIYA:

Art કલા સાધનાનું પરિણામ કલા જગત સમક્ષ મૂક્યું છે.

ચિત્રકલાનું ધ્યેય સમાજમાં નૈતિક આદર્શો ફેલાવવાનું છે, તેમજ મનુષ્ય નું શિક્ષણ પણ ચિત્રકલાથી પરિપૂર્ણ થાય છે .તેમની કલામાં વેદનામાં ભળતા સંવેદના લસરકા પીંછી, પેન્સિલ, પેન અને રંગો સાથે કલ્પનાથી સર્જન થયેલા એક એક ચિત્રો માંથી એક સંદેશો તો મળેજ ..હા “હું જ શક્તિ છું, હું જ ભક્તિ છું ને હું જ અખંડ ભારતનો ભારતીય નાગરિક છું . તેમના ચહેરા ઉપર ભાવ સાથે કલાની ભાષા અને ઉર્જા જોવા મળે ત્યારે મતદાન અચૂક કરજો તે શબ્દો ચોક્કસ કાનની ભીતરમાં અથડાયા કરે….

JAY GANGADIYA
JAY GANGADIYA

અમદાવાદ જિલ્લામાં આગામી તા.7મી મે, 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ‘મતદાન જાગૃતિ’ અન્વયે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Amdavad ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોની સુવિધા પર પણ વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.

અમદાવાદના એક એવા દિવ્યાંગ યુવાનની વાત કરવી છે, જે અચૂક મતદાન માટેનો જુસ્સો અને પ્રેરણા આપી રહ્યા છે. શહેરના 25 વર્ષીય દિવ્યાંગ યુવાન જય ગાંગડિયાએ ‘મતદાન જાગૃતિ’નો દીવો પ્રગટાવ્યો છે. પોતાની આગવી ચિત્રકળાથી જયે ‘મતદાન જાગૃતિ’ અંગેનું કેનવાસ પેઇન્ટિંગ બનાવી લોકોને મતદાન પર્વમાં સહભાગી થવાનો સંદેશ પાઠવ્યો છે.જય ગાંગડિયાએ ‘ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’, ‘વોટ ફોર ઇન્ડિયા’ જેવા મતદાન જાગૃતિને લગતા વિવિધ પેઇન્ટિંગ બનાવ્યાં છે.

JAY GANGADIYA
JAY GANGADIYA

દિવ્યાંગ યુવાન જયે ‘હું પણ મતદાન કરીશ, તમે પણ મતદાન કરો’ ની જાહેર અપીલ કરી દેશહિત ખાતર લોકશાહીના પર્વમાં સહભાગી થવા લોકોને પ્રેરિત કર્યા હતા.

IMG 20240406 WA0046

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વિશ્વ દિવ્યાંગજન દિવસે જય ગાંગડિયા (JAY GANGADIYA) ને શ્રેષ્ઠ દિવ્યાંગજન 2023નો નેશનલ એવોર્ડ દેશના રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મૂર્મુજીના હસ્તે પ્રાપ્ત થયો હતો. જયે પોતાની આગવી કળાથી છેલ્લાં 6 વર્ષોમાં 350થી વધુ પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો