HomeUncategorizedહરિયાણામાં ત્રણ માળની ઇમારત ધરાશાયી,ચાર મજૂરોના મોત

હરિયાણામાં ત્રણ માળની ઇમારત ધરાશાયી,ચાર મજૂરોના મોત

હરિયાણામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.હરિયાણાના કરનાલમાં વહેલી સવારે  ચોખાની મિલની ઈમારત ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ચાર મજૂરોના મોત થયા છે જ્યારે 20થી વધુ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા  ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. ત્રણ માળની ઇમારતમાં 200 જેટલા મજૂરો રહેતા હતા. બિલ્ડિંગ ધરાશાયી થયાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ, એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી અને કાટમાળમાંથી મજૂરોને બહાર કાઢ્યા હતા. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments