Home Main અમેરિકામાં ખાસ જંતુ કરડવાથી ફેલાઈ રહી છે આ ખતરનાક બિમારી, શું ભારતમાં...

અમેરિકામાં ખાસ જંતુ કરડવાથી ફેલાઈ રહી છે આ ખતરનાક બિમારી, શું ભારતમાં પણ છે જોખમ !

0
531

વિશ્વજગત હજી કોરોના મહામારીને ભૂલી શક્યું નથી. તેની અસરો હજી પણ માનવસૃષ્ટિ પર વર્તાઈ રહી છે તેવામાં દુનિયાના એક નહિ તો બીજા છેડે રોજબરોજ નવી બિમારી જન્મ લઈ રહી છે અને આ બિમારી ક્યારે મહામારીનું રૂપ લઈ લેશે તેની કોઇ ખબર નહી. હાલ અમદાવાદ સહિત ગુજરાત અને ભારતભરમાં Eye Conjunctivitisના અનેક કેસો બહાર આવી રહ્યાં છે ત્યારે અમેરિકાના ઘણા વિસ્તારોમાં રેડ મીટ એલર્જીના કેસ વધી રહ્યા છે. આ રોગ લોન સ્ટાર ટિક (એક પ્રકારના કીડા)ના કરડવાથી થાય છે. આ કીડાનું વૈજ્ઞાનિક નામ Amblyoma americanum રાખવામાં આવ્યું છે. ત્યારે આ બિમારી થી ભારતમાં પણ ડરનો માહોલ છે, આ કીડો કરડ્યા બાદ વ્યક્તિ જો માંસ ખાય છે તો એલર્જી થાય છે. આ એલર્જી શરૂઆતમાં હળવી હોય છે, પરંતુ પછીથી સમસ્યા વધવા લાગે છે અને અંતે હોસ્પિટલાઈઝેશનની પણ નોબત આવે છે.

જંતુના કરડવાથી એલર્જી શા માટે થાય છે?

આલ્ફા-ગેલ જંતુના ડંખ પછી શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે શરીર તેની સામે લડવા માટે એન્ટિબોડીઝ બનાવે છે. પરંતુ જ્યારે વ્યક્તિ લાલ માંસ ખાય છે, ત્યારે આ એન્ટિબોડીઝ સક્રિય થઈ જાય છે અને ગંભીર એલર્જીનું કારણ બને છે. શરૂઆતમાં ત્વચા પર એલર્જી થાય છે અને સાથે-સાથે તાવ સહિતની અન્ય ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે.આમ  આ બિમારીના લક્ષણો પણ અલગ પ્રકારના છે

રોગના લક્ષણો શું છે?

  • ત્વચામાં ખંજવાળ
  • સતત પેટમાં દુખાવો
  • છીંક આવવી
  • સતત વહેતું નાક

બચાવ કેવી રીતે કરવો ?

  • ઘાસ અને છોડવાળા વિસ્તારોમાં ખુલ્લા પગે ચાલવાનું ટાળો
  • ઘરની આસપાસ સ્વચ્છતા રાખો
  • ઘરે જંતુનાશકનો ઉપયોગ કરો
  • ફુલ સ્લીવ્ઝ કપડા પહેરો
  • જંતુ કરડવાના કિસ્સામાં ડોક્ટરનો સંપર્ક કરો

ભારતમાં પણ ફેલાઈ શકે છે આ રોગ ?

તાજેતરના રિપોર્ટ અનુસાર અમેરિકામાં અંદાજે 4,50,000થી વધુ લોકો આ બિમારી નો ભોગ બન્યા છે. મેડિકલ નિષ્ણાંતોના મતે લોન સ્ટાર ટિક ભારતમાં ભાગ્યે જ જોવા મળે છે. આ કીડો અમેરિકા અને મેક્સિકોમાં વધુ છે. આ પહેલીવાર નથી જ્યારે અમેરિકામાં આ એલર્જીના કેસ વધી રહ્યા છે. ભૂતકાળમાં પણ આવા કિસ્સાઓ સામે આવ્યા હતા. આ એલર્જી ખતરનાક નથી, પરંતુ સમયસર લક્ષણો ઓળખવા જરૂરી છે. ભારતમાં આનાથી કોઈ ખતરો નથી.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે