Home Main ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદ નું જાહેર કર્યુ એલર્ટ, જાણો...

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદ નું જાહેર કર્યુ એલર્ટ, જાણો કયા જિલ્લામાં છે એલર્ટ

0
471

ગુજરાતમાં વરસાદ નો ચોથો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં ભારે વરસાદ ખાબકવાથી પુરની સ્થિતિ સર્જાઈ છે. લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન નવસારીમાં 11 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તે ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી જ મુશળધાર વરસાદ વરસ્યો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. પાવી જેતપુરની વસવા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદ ની આગાહીનું એલર્ટ જાહેર કર્યું છે. 

દાહોદમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી મહિસાગર, નર્મદામાં 28 જુલાઈથી પહેલી ઓગસ્ટ સુધીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સુરત, ડાંગ, નવસારી, ખેડા, અમદાવાદ અને આણંદ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 29 જુલાઈથી પહેલી ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, પંચમહાલ,વલસાડ, દાદરા નગર હવેલી, દમણ અને દાહોદમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે 29 જુલાઈથી પહેલી ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

છોટા ઉદેપુર જિલ્લામાં આજે વરસાદનું રેલ એલર્ટ

છોટા ઉદેપુર જિલ્લામાં આજે વરસાદનું રેલ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે પહેલી ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર,પોરબંદર અને જૂનાગઢ, મોરબી, દેવભૂમી દ્વારકા, બોટાદ અને કચ્છમાં 30 જુલાઈ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 31 જુલાઈ અને પહેલી ઓગસ્ટે વાતાવરણ સુકુ રહેવાની સંભાવનાઓ છે. 

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદની શરૂઆત

સુરતમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.વલસાડ જિલ્લાના મધુબન ડેમના ઉપરવાસમાં આવેલા 6 ગામોમાં સવારે 8 વાગ્યા સુધી પુરા થતા 24 કલાકમાં મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લઈને ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાઇ રહ્યો છે. હાલ મધુબન ડેમનું લેવલ 72.70 મીટર નોંધાયું છે. સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી છ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. પોશીના અને ઇડરમાં પોણો એક ઇંચ વરસાદ નોધાયો હતો. બીજી તરફ જળાશયોમાં પાણીની આવક યથાવત છે. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ છે. જેમાં દાંતામાં 35 મિમિ અમીરગઢમાં 38 મિમિ અને ભાભરમાં 23 મિમિ વરસાદ નોંધાયો છે. મોડી રાત્રે ધાનેરા,પાલનપુર,ડીસાના ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે