Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પુંછમાં એરફોર્સના કાફલા પર આતંકવાદી હુમલો

0
108
Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પુંછમાં એરફોર્સના કાફલા પર આતંકવાદી હુમલો, 4 સુરક્ષાકર્મીઓ ઘાયલ- સૂત્રો
Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પુંછમાં એરફોર્સના કાફલા પર આતંકવાદી હુમલો, 4 સુરક્ષાકર્મીઓ ઘાયલ- સૂત્રો

Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકવાદીઓએ સુરક્ષાદળોના એક વાહન પર ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ગોળીબારની ઘટનામાં હાલ કોઈ જાનહાનિની ​​માહિતી નથી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરનકોટના સનાઈ ગામમાં ગોળીબારના અહેવાલ મળ્યા હતા અને સૈન્ય અને પોલીસ કર્મચારીઓને વિગતો મેળવવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. સુરક્ષા દળોના અધિકારીએ જણાવ્યું કે સ્થાનિક રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટે વિસ્તારમાં ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પુંછમાં એરફોર્સના કાફલા પર આતંકવાદી હુમલો, 4 સુરક્ષાકર્મીઓ ઘાયલ- સૂત્રો
Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પુંછમાં એરફોર્સના કાફલા પર આતંકવાદી હુમલો, 4 સુરક્ષાકર્મીઓ ઘાયલ- સૂત્રો

શાહસિતાર પાસેના જનરલ એરિયામાં એરબેઝની અંદર વાહનોને સુરક્ષિત કરવામાં આવ્યા છે. સેનાના અનેક જવાનો ઘાયલ થયા છે. આ હુમલામાં એક જવાન શહીદ થયા હોવાની માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે.

Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પુંછમાં એરફોર્સના કાફલા પર આતંકવાદી હુમલો, 4 સુરક્ષાકર્મીઓ ઘાયલ- સૂત્રો
Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના પુંછમાં એરફોર્સના કાફલા પર આતંકવાદી હુમલો, 4 સુરક્ષાકર્મીઓ ઘાયલ- સૂત્રો

Terrorist Attack: પુંછમાં એરફોર્સના કાફલા પર આતંકવાદી હુમલો

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટે આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. એરપોર્ટની અંદર શાહસિતાર પાસેના જનરલ એરિયામાં વાહનોને સુરક્ષિત કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોના સૂત્રોએ જણાવ્યું કે, “સેનાના જવાનો ઘાયલ થયા છે.”

ગત વર્ષે સૈન્ય પર શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાઓના સાક્ષી રહેલા ક્ષેત્રમાં આ વર્ષે સશસ્ત્ર દળો પર આ પહેલો મોટો હુમલો છે. હુમલા પછીના દ્રશ્યોમાં આગમાં લપેટાયેલા વાહનની વિન્ડસ્ક્રીન પર ઓછામાં ઓછા એક ડઝન બુલેટના છિદ્રો જોવા મળ્યા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.