From Heroes to Flops: IPL ફાઇનલમાં ગુજરાત ફ્લોપ ગઢમાં જ GTની હાર, જાણો 5 મોટા કારણો

0
104
From Heroes to Flops
From Heroes to Flops

From Heroes to Flops: IPL 2026ની મહા ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ (GT)નો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે એકતરફી પરાજય થયો છે. આખી સીઝન દરમિયાન શાનદાર પ્રદર્શન કરીને ટીમને ફાઇનલ સુધી પહોંચાડનારા સ્ટાર ખેલાડીઓ જ મહા મુકાબલામાં ફ્લોપ સાબિત થયા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાતના હાથમાંથી ટ્રોફી સરકી જવા પાછળના 5 મુખ્ય કારણો આ પ્રમાણે છે:

From Heroes to Flops

From Heroes to Flops: ઓપનિંગ જોડી ધ્વસ્ત, પાવરપ્લેમાં જ પ્રેશર વધ્યું

From Heroes to Flops

આખી સીઝનમાં રનનો પહાડ ખડકનારી સાઇ સુદર્શન અને શુભમન ગિલની સલામી જોડી ફાઇનલમાં પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ ગઈ હતી. બંને મળીને માત્ર 22 રન જ જોડી શક્યા, જેના કારણે પાવરપ્લેમાં જ ટીમ પર દબાણ આવી ગયું.

From Heroes to Flops: હોમ ગ્રાઉન્ડ પર અમદાવાદનો ‘પ્રિન્સ’ ગિલ ફેલ

From Heroes to Flops

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે ગિલનું હોમ ગ્રાઉન્ડ ગણાય છે, જ્યાં તેનો રેકોર્ડ હંમેશા શાનદાર રહ્યો છે, ત્યાં જ તે ફ્લોપ રહ્યો. સીઝનમાં 732 રન બનાવીને ઓરેન્જ કેપની રેસમાં બીજા ક્રમે રહેલો ગિલ ફાઇનલમાં માત્ર 10 રન બનાવી જોશ હેઝલવુડનો શિકાર બન્યો હતો.

From Heroes to Flops: પાવરપ્લેમાં વિકેટ ટેકિંગ બોલર્સ નિષ્ફળ

155 રનનો નાનો સ્કોર ડિફેન્ડ કરવા માટે પાવરપ્લેમાં વિકેટો ઝડપવી અનિવાર્ય હતી. પરંતુ કાગીસો રબાડા અને મોહમ્મદ સિરાજની જોડી RCBના ઓપનર્સ (વેંકટેશ અય્યર અને વિરાટ કોહલી) પર કોઈ દબાણ બનાવી શકી નહીં અને બેંગલુરુને તોફાની શરૂઆત મળી ગઈ.

From Heroes to Flops: પર્પલ કેપ હોલ્ડર રબાડા ફાઇનલમાં ધોવાયો

From Heroes to Flops

આખી સીઝનમાં 29 વિકેટ ઝડપીને પર્પલ કેપ મેળવનાર કગિસો રબાડા ફાઇનલમાં સાવ લય વગરનો દેખાયો. તે સૌથી મોંઘો સાબિત થયો અને 15ની ઇકોનોમીથી બોલિંગ કરતા 3 ઓવરમાં 44 રન આપી દીધા, જે મેચનો ટર્નિંગ પોઇન્ટ રહ્યો.

 હોલ્ડર અને જોસ બટલરે પણ કર્યા નિરાશ

From Heroes to Flops

ટોપ ઓર્ડર ફેલ થયા બાદ મિડલ ઓર્ડરમાં જોસ બટલર પાસેથી મોટી ઇનિંગની આશા હતી, પણ તે 23 બોલમાં માત્ર 19 રન જ બનાવી શક્યો. જ્યારે બોલિંગમાં જેસન હોલ્ડર પણ 2 ઓવરમાં 16 રન આપીને વિકેટલેસ રહ્યો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગિલના ગઢમાં RCBનો દબદબો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન, ગુજરાતને 5 વિકેટે હરાવ્યું