3 Phase election : આવતીકાલ સાંજ 5 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પડઘમ થઇ જશે શાંત, પાર્ટીઓ અંતિમ ઘડીનું લગાવી રહ્યા છે જોર   

0
190
3 Phase  election
3 Phase  election

3 Phase election : લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં 7 મે મંગળવારના રોજ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની 94 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે. ગુજરાતની તમામ 25 લોકસભા બેઠકો પર એક જ તબક્કામાં 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે હવે મતદાનને આડે માત્ર 3 જ દિવસ બચ્યા છે, ત્યારે આવતીકાલે સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે.  

3 Phase  election

ગુજરાતની તમામ 25 લોકસભા બેઠકની મંગળવારે ૭ તારીખે ચૂંટણી યોજાશે. સવારે ૭થી સાંજે ૬ સુધી મતદાન થશે, હિટવેવની આગાહી હોય મતદાન ઉપર અસર થવાનો ભય હોય, તંત્ર બપોરે ૧૨ વાગ્યા પહેલા મતદાન કરાવી લેવા કમરકસી રહ્યું છે,

3 Phase election :  લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન 7-મેના રોજ યોજાશે. આ તબક્કામાં, કુલ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા મતવિસ્તારના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, આ તબક્કામાં જ્યાં ચૂંટણી યોજાવાની છે તે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મધ્ય પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર અને દાદરા અને નગર હવેલી અને દીવ-દમણનો સમાવેશ થાય છે.

3 Phase  election

3 Phase election:  10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના કુલ 1352 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. આ તબક્કામાં ભાજપના 82 ઉમેદવારો મેદાનમાં છે જ્યારે કોંગ્રેસના 68 ઉમેદવારો મેદાનમાં છે. આ સિવાય બસપાના 79 અને સમાજવાદી પાર્ટીના 9 ઉમેદવારો મેદાને છે. જેમાં 650 અપક્ષ અને અન્ય પક્ષોના 440 ઉમેદવારો પણ છે.

3 Phase election :  ત્રીજા તબક્કામાં કયા રાજ્યોની કેટલી બેઠકો પર મતદાન?

3 Phase  election


3 Phase election
:  ત્રીજા તબક્કામાં જે 94 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે તેમાં ગુજરાતની 25, આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, મધ્યપ્રદેશની 9, મહારાષ્ટ્રની 11, દાદર-નગર હવેલી અને દમણ-દીવની એક-એક બેઠક છે. ગોવાની 2 બેઠકો, કર્ણાટકની 14, જમ્મુ-કાશ્મીરની 1, પશ્ચિમ બંગાળની 4 અને ઉત્તર પ્રદેશની 10 બેઠકોનો સમાવેશ થાય છે.  

મહત્ત્વપૂર્ણ છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં આ 94 બેઠકોના ચૂંટણી પરિણામો પર નજર કરવામાં આવે તો ભાજપ 72 બેઠકો જીતવામાં સફળ રહી હતી. જયારે કોંગ્રેસને માત્ર 4 સીટો મળી શકી હતી. આ સિવાય અન્ય પક્ષોને 9 બેઠકો મળી હતી.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો