Teacher Recruitment : આંદોલનના 15 દિવસ બાદ સરકારે કરી બીજી ભરતીની જાહેરાત,  વધુ 17200 શિક્ષકોની ભરતીની જાહેરાત

0
125
Teacher Recruitment
Teacher Recruitment

Teacher Recruitment : રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે ટાટ-ટેટ પાસ ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને પગલે 18 અને 19 જૂન, 2024ના રોજ ગાંધીનગરમાં આક્રમક બની ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. આ આંદોલના 24 જ કલાકમાં રાજ્ય સરકારે 7500 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આજે વધુ 17200 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. આ અંગે આજે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. આમ બન્ને નિર્ણય મળી 24700 શિક્ષકોની ભરતી થશે.  

Teacher Recruitment

Teacher Recruitment :  રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ મીટિંગ બાદ જણાવ્યું કે, ગુજરાતના યુવાનોના હિતમાં મોટો નિર્ણય લેવાયો છે. અગાઉ 7500 હાયર સેકન્ડરી માટે જાહેરાત કરવામાં આવી હતી. 24,700 નવીન શિક્ષકો માટે ભરતીની નિર્ણય કર્યો છે. પ્રિન્સિપાલ, ઉચ્ચતર માધ્યમિક,માધ્યમિક,પ્રાથમિક સહિતના શિક્ષકોની ભરતી કરવામાં આવશે.  

Teacher Recruitment

Teacher Recruitment :  મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્‍ડરને આખરી ઓપ આપ્યો છે. શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોર તેમજ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્‍ડરનાં સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગષ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Teacher Recruitment : 1200 આચાર્યની પણ ભરતી કરાશે

Teacher Recruitment


Teacher Recruitment :  ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્‍ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો)ની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. 01/08/2024 રહેશે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (TAT HIGHER SECONDARY પાસ ઉમેદવારો)ની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્‍ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તા. 01/09/2024 રહેશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો