Ahmedabad Rain Update: અમદાવાદ શહેરમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા શાળાઓ માટે મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે. ભારે વરસાદ દરમિયાન વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા અંગે સ્થાનિક પરિસ્થિતિ અને માર્ગોની સલામતીને ધ્યાનમાં રાખીને શાળાઓને યોગ્ય નિર્ણય લેવા માટે છૂટ આપવામાં આવી છે.
Ahmedabad Rain Update: વિદ્યાર્થીઓની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા

ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. આવા વિસ્તારોમાં શાળા સંચાલકોએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી જરૂરી નિર્ણય લેવાનો રહેશે. ખાસ કરીને શાળા સુધી પહોંચવાના રસ્તાઓ સુરક્ષિત છે કે નહીં તે પણ ધ્યાનમાં લેવાની સૂચના આપવામાં આવી છે.
Ahmedabad Rain Update: વાલીઓ સાથે સંકલન કરવા સૂચના
વરસાદની સ્થિતિમાં વિદ્યાર્થીઓ અંગે કોઈપણ નિર્ણય લેતી વખતે શાળા સંચાલકોએ વાલીઓ સાથે સંકલન જાળવવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને કોઈ જોખમ ન થાય તે માટે સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે વ્યવસ્થા કરવાની રહેશે.
શિક્ષકોને શાળાકીય કામગીરી ચાલુ રાખવા સૂચના

ફોટામાં આપવામાં આવેલી સૂચના મુજબ શિક્ષકોને શાળાકીય કામગીરી ચાલુ રાખવા જણાવાયું છે. જોકે વિદ્યાર્થીઓની હાજરી અને શાળાની કામગીરી અંગેનો નિર્ણય વરસાદની સ્થિતિ, પાણી ભરાવું અને માર્ગોની સલામતીને આધારે લેવામાં આવી શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં CDAC સિસ્ટમ સક્રિય, બપોરે ૨થી ૬ વાગ્યા દરમિયાન ભારે વરસાદની આગાહી, AMC દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ

