સુનીલ નારાયણે ઈતિહાસ રચ્યો
T20માં 500 વિકેટ પૂરી કરી
500 વિકેટ પૂરી કરનાર વિશ્વનો ત્રીજો બોલર બન્યો
સુનીલ નારાયણે ઈતિહાસ રચ્યો છે.વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ સ્પિનર સુનિલ નારાયણે સુનીલ નારાયણે ઈતિહાસ રચ્યતા T20 મેચમાં એક અનોખો રેકોર્ડે પોતાના નામે કર્યો છે આ સિદ્ધિ ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી બ્લાસ્ટ ટી-20મેચ 2023માં બનાવ્યો. સરે તરફથી રમતા, નરેને ગ્લેમોર્ગન સામે ચાર ઓવરમાં 34 રન આપીને એક વિકેટ ઝડપી હતી.આ સાથે સુનીલ નારાયણે T20 ક્રિકેટમાં પોતાની 500 વિકેટ પૂરી કરી લીધી. આ આંકડો પહોંચનાર તે વિશ્વનો ત્રીજો બોલર બની ગયો છે. તેણે કોલિન ઈન્ગ્રામને આઉટ કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો. ડ્વેન બ્રાવોએ ટી20માં સૌથી વધુ 615 વિકેટ લીધી છે. રાશિદ ખાન 555 વિકેટ સાથે બીજા નંબર પર છે.ટી 20માં સૌથી વધુ વિકેટ ઝડપનાર ટોપ -5 બોલરની યાદીમાં ડ્વેન બ્રાવો, રાશિદ ખાન, સુનીલ નારાયણ ,ઈમરાન તાહિર અને શાકિબ અલ હસનનો સમાવેશ થયા છે
T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
ડ્વેન બ્રાવો – 615
રાશિદ ખાન – 555
સુનીલ નારાયણ – 500*
ઈમરાન તાહિર – 469
શાકિબ અલ હસન – 451
ટી-20માં ખુબ જ સફળ બોલરમાં અફઘાનિસ્તાનના રાશિદ ખાન, વેસ્ટ ઈન્ડિઝના સુનીલ નારાયણ,અને બાંગ્લાદેશના શાકિબ અલ હસન સહિતના બોલરો શામલે છે.ત્યારે સુનિલ નારાયણે પણ અનોખી સિધ્ધી પ્રપ્તત કરીને ઈતિહાસ રચ્યો છે. ટી-20ના સફળ બોલર તરીકે નામના મેળવી લીધી છે.
રમત જગતને લગતા સમાચાર માટે ક્લીક કરો