આ જગ્યાએ આદિવાસી મહિલાઓએ કર્યું શરૂ કર્યું ચિપકો આંદોલન

0
197

ઝારખંડના રામગઢ જીલ્લામાં કુજુ જંગલ વિસ્તારમાં સ્પોર્જ આર્યન ફેકટરીના ડેવલોપમેન્ટમાં અનેક વૃક્ષોનું નિકંદન નીકળવાની શક્યતા સામે આવતા સ્થાનિક આદિવાસી મહિલાઓએ વૃક્ષોને ચીપકીને આંદોલન શરુ કર્યું છે. આદિવાસી મહિલાઓએ જણાવ્યું કે અમે જીવ આપીશું પણ જંગલ કોઈને કાપવા દઈશું નહિ.

અહી ઉલ્લેખનીય છેકે આદિવાસી સમુદાય હમેશા પ્રકૃતિની વચ્ચે રહીને પોતાનું જીવન પસાર કરતો હોય છે અને જંગલોમાં તેમની લાગણીઓ અન્ય સમાજ કરતા વધુ હોય છે. વિકાસ ચોક્કસ થવો જોઈએ પરંતુ વૃક્ષોના ભોગે બિલકુલ નહિ. વધુ વૃક્ષો વાવો નો નારો આપને સૌ લગાવીએ છીએ પરંતુ વૃક્ષોનું છેદન થતું હોય તેની સામે અવાજ પણ આપને ઉઠાવવો જોઈએ . આ આદિવાસી મહિલાઓએ ચિપકો આંદોલન દ્વારા સંદેશો આપી રહી હતી.

આપને જણાવી દઈએ કે ભારતના ઇતિહાસમાં ૧૯૭૦ દશકમાં ચિપકો આંદોલન થયું હતું. જે ખુબ જ પ્રભારી હતું. અને દેશભરમાં આ આંદોલનની ચર્ચા થઇ હતી. ઉત્તરાખંડના ચમોલી જીલ્લાના જંગલોમાં વૃક્ષોને બચાવવા ગોરા દેવીના નેતૃત્વમાં થયું હતું. જેમાં કુલ 27 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. આ આંદોલનનો મુખ્ય હેતુ કાપી રહેલા ઝાડ ને બચાવવાનો હતો અને મહિલાઓ જાંગલા આવેલા વૃક્ષોને ચીપકી ગઈ હતી જેથી વૃક્ષોનું નિકંદન કાઢવા આવેલા લોકોએ મશીનરી સાથે પરત ફરવું પડ્યું હતું. અને દેશમાં એક દાખલો બેસાડ્યો હતો.

આજે આપણે જયારે પર્યાવરણ બચાવવાની વાત કરીએ છીએ ત્યારે આ પ્રકારના આંદોલનોને ખાસ યાદ કરવા જોઈએ કારણકે દેશની નારી શક્તિ હંમેશા સમાજને માર્ગ બતાવવામાં અગ્રેસર રહી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ