manishankar :  વધુ એક કોંગી નેતાનું વિવાદિત નિવેદન, મણિશંકર ઐયરે કહ્યું ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ કેમ કે તેની પાસે પરમાણું બોમ્બ છે..   

0
341
manishankar
manishankar

manishankar :  લોકસભા ચૂંટણીની ગરમી વચ્ચે કોંગ્રેસના નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો આપતા રહે છે. સામ પિત્રોડા બાદ હવે મણિશંકર અય્યરે એવું નિવેદન આપ્યું છે જે કોંગ્રેસ પાર્ટીની મુશ્કેલીમાં વધારો કરશે. મણિશંકર ઐયરે એક પોડકાસ્ટમાં ઇન્ટરવ્યુ આપતા જણાવ્યું હતું કે  ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ કારણ કે તેમની પાસે પરમાણુ બોમ્બ છે.

manishankar

manishankar : વારસાગત ટેક્સ અને ભારતીયો વિશે જાતિવાદી ટિપ્પણી કરનાર ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સામ પિત્રોડા બાદ હવે કોંગ્રેસના વધુ એક નેતાનું નિવેદન સામે આવ્યું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાનને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે.

 manishankar : મણિશંકર ઐયરે કહ્યું કે  ભારતે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન પાસે પણ પરમાણુ હથિયાર છે. જો આપણે તેમનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારી શકે છે.  મને સમજાતું નથી કે વર્તમાન સરકાર શા માટે કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ કારણ કે ત્યાં આતંકવાદ છે. એ સમજવું જરૂરી છે કે આતંકવાદને ખતમ કરવા માટે ચર્ચા ખૂબ જ જરૂરી છે. નહીં તો પાકિસ્તાન વિચારશે કે ભારત અહંકારથી આપણને દુનિયામાં નાનું દેખાડી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનનો કોઈપણ પાગલ આ બોમ્બનો ઉપયોગ કરી શકે છે.

manishankar

manishankar : કોઈ પાગલ આવશે અને પરમાણું બોમ્બ ફોડીને જતું રહેશે : ઐયર

તેમણે ચેતવણી આપતા કહ્યું કે પાકિસ્તાન  પાસે પરમાણુ બોમ્બ છે. આપણી પાસે પણ છે પણ જો કોઈ પાગલ આ બોમ્બ લાહોરમાં છોડવાનું નક્કી કરે તો શું થાય. આ રેડિયેશનને અમૃતસર પહોંચવામાં આઠ સેકન્ડ પણ નહીં લાગે. જો આપણે તેમને માન આપીશું તો તેઓ શાંત રહેશે પરંતુ જો આપણે તેમને નાના દેખાડતા રહીશું તો કોઈ પાગલ આવીને બોમ્બ ફેંકશે.

manishankar : કોંગ્રેસ અને પાકિસ્તાન વચ્ચે પ્રેમસબંધ : ભાજપા

manishankar

 હવે આ મામલે રાજનીતિ શરુ થઇ ગઈ છે, કોંગ્રેસે આ નિવેદનને તેમનું વ્યક્તિગત નિવેદન જણાવ્યું હતું, આ સાથે ભાજપે આ મામલે કોંગ્રેસને આડેહાથ લેવાનું શરુ કરી દીધું છે, ભાજપે કોંગ્રેસને પાકિસ્તાન અને આતંકીઓની સાથે હોવાનું કહી પલટવાર કર્યો હતો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો