Home Desh INDvsBAN :  એશિયા કપની ફાઈનલમાં પહોંચી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

INDvsBAN :  એશિયા કપની ફાઈનલમાં પહોંચી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

0
805
INDvsBAN
INDvsBAN

INDvsBAN :  મહિલા ક્રિકેટમાંથી એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે,  મહિલા એશિયા કપની સેમીફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને 10 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય મહિલા ટીમે સતત 9મી વખત ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બાંગ્લાદેશનો દાવ માત્ર 80 રનમાં સમેટાઈ ગયો હતો. રેણુકા સિંહ અને રાધા યાદવે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. લક્ષ્યનો પીછો કરતા ભારતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના જીત નોંધાવી હતી. મંધાનાએ 55 રનની ઇનિંગ રમી હતી.

INDvsBAN

INDvsBAN :  મહિલા એશિયા કપ 2024ની સેમી ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવીને સતત 9મી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બાંગ્લાદેશે ભારતને 81 રનનો સાધારણ ટાર્ગેટ આપ્યો હતો, જેને શેફાલી વર્મા (26), સ્મૃતિ મંધાના (55) રન કરી સરળતાથી મેળવી લીધો હતો.

બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ફાસ્ટ બોલર રેણુકા સિંહે ઘાતક બોલિંગ કરીને બાંગ્લાદેશની ઇનિંગ્સને ધ્વસ્ત કરી દીધી હતી. રેણુકાએ પહેલી જ ઓવરમાં દિલારા અખ્તરને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર રેણુકાએ 8 રનના અંગત સ્કોર પર ઈશ્મા તન્ઝીમને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી.

INDvsBAN

INDvsBAN :  રેણુકા સિંહ અને રાધાની ઘાતક બોલિંગ

INDvsBAN : બાંગ્લાદેશ તરફથી માત્ર બે બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા હતા. વિકેટકીપર કેપ્ટન નિગાર સુલ્તાનાએ સૌથી વધુ 32 રન બનાવ્યા હતા. આ પછી શોર્ના અખ્તરે 19 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી રેણુકાએ 4 ઓવરમાં 1 મેડન અને 10 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. રાધા યાદવે 4 ઓવરમાં 1 મેડન અને 14 રન આપીને 3 વિકેટ લીધી હતી. પૂજા વસ્ત્રાકર અને દીપ્તિ શર્માને 1-1 વિકેટ મળી હતી. બાંગ્લાદેશની આખી ટીમ 20 ઓવરમાં 80 રન સુધી જ સિમિત રહી હતી.

INDvsBAN : મંધાનાએ અડધી સદી ફટકારી હતી

INDvsBAN

INDvsBAN : ભારતને રેકોર્ડ 9મી વખત ફાઇનલમાં પહોંચવા માટે 81 રન બનાવવા પડ્યા હતા. ભારતની ઓપનિંગ જોડી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ આ ટાર્ગેટને કોઈપણ સમસ્યા વિના સરળતાથી હાંસલ કરી લીધો હતો. શેફાલી વર્મા 26 રન બનાવીને અણનમ અને સ્મૃતિ મંધાના 55 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ભારતે 11 ઓવરમાં 83 રન બનાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે