Stock market : આજે વિશ્વ યોગા દિવસ છે, અને આજે યોગા દિવસે શેરબજારે પણ યોગા કર્યા હતા, સવારથી બજાર અનુલોમ-વિલોમ કરતુ જોવા મળ્યું હતું, સપ્તાહના અંતિમ દિવસે બજાર શીર્ષાસન કરતા -કરતા બંધ થયું હતું.
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું છે. BSE પર સેન્સેક્સ 269 પોઈન્ટના ઘટાડા સાથે 77,209.90 પર બંધ રહ્યો હતો. જ્યારે, NSE પર નિફ્ટી 0.28 ટકાના ઘટાડા સાથે 23,501.10 પર બંધ થયો હતો.
Stock market : કોણ ટોપ ગેનર્સ અને કોણ ટોપ લુઝર્સ ?
Stock market : આજના ટ્રેડિંગ સેસન દરમિયાન, ભારતી એરટેલ, LTIMindtree, હિન્દાલ્કો, શ્રીરામફીન અને ટાટા સ્ટીલ નિફ્ટી પર ટોચના ગેનર્સમાં હતા. જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ, એલએન્ડટી, નેસલેઇન્ડ, ટાટા મોટર્સ અને અદાણી એન્ટરપ્રાઈઝ ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા.
સેક્ટોરલ ઇન્ડેક્સમાં આઇટી, મેટલ, મીડિયા અને ટેલિકોમ 0.5 થી 1 ટકા વધ્યા હતા, જ્યારે ઓટો, એફએમસીજી, પીએસયુ બેન્ક અને રિયલ્ટીમાં 0.5 થી 1 ટકાનો ઘટાડો થયો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 0.2 ટકા વધ્યો હતો.
Stock market : ભારતીય મુખ્ય શેરબજારના સૂચકાંકોએ શુક્રવારે દિવસની શરૂઆત ઉછાળા સાથે કરી હતી, જે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોના પ્રદર્શન દ્વારા સંચાલિત હતું, જે પછી અમેરિકન આઈટી કંપની એક્સેન્ચર દ્વારા મજબૂત આવક વૃદ્ધિનો અંદાજ મૂકવામાં આવ્યો હતો, જે અપેક્ષા કરતાં વધુ હતો.
Stock market : ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 250 પોઈન્ટના ઉછાળા સાથે 77,729.48 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.19 ટકાના વધારા સાથે 23,611.80 પર ખુલ્યો હતો. જોકે દિવસના અંત સુધીમાં શેરબજાર શીર્ષાસન કરી સેન્સેક્સ 269 પોઈન્ટના ઘટાડા સાથે 77,209.90 પર બંધ રહ્યો હતો. જ્યારે, NSE પર નિફ્ટી 0.28 ટકાના ઘટાડા સાથે 23,501.10 પર બંધ થયો હતો.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો