MAHARAJ : બોલીવુડ ફિલ્મ મહારાજને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે, જો તમે એની આતુરતાની જેમ રાહ જોઈ રહ્યા છો તો હવે એ અંત આવી જશે કેમ કે ગુજરાત હાઇકોર્ટ ફિલ્મ પરનો સ્ટે હટાવી લીધો છે, ગુજરાત હાઇકોર્ટના જજો દ્વારા આ ફિલ્મ નિહાળવામાં આવી હતી, અને ફિલ્મ જોયા બાદ કોર્ટે નોંધ્યું કે ફિલ્મમાં કઈ વાંધો નથી,
MAHARAJ : બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન ટૂંક સમયમાં ફિલ્મ ઇંડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવાના છે. તેમની પ્રથમ ઓટીટી ફિલ્મ ‘મહારાજ’ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. જો કે, ફિલ્મ પહેલાં જ વિવાદોમાં ઘેરાઇ ગઇ છે અને તેને હિંદુ સમુદાયોની ટીકાનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જેને લઇને સમગ્ર મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ હાઇકોર્ટે હાલ ટેમ્પરલી સ્ટે લગાવ્યો હતો અને ફિલ્મ જોયા બાદ ફેંસલો લેવાનો નિર્ણય લીધો હતો. આજે (21 જૂને) ગુજરાત હાઇકોર્ટે ફિલ્મ પર લગાવેલા સ્ટેને દૂર કરી દીધો છે. જેથી આગામી ટૂંક સમયમાં ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, છે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી સુનાવણીમાં કોર્ટ દ્વારા બંને પક્ષકારોને સાંભળવામાં આવ્યા હતા. આ દરમિયાન કોર્ટ દ્વારા મહારાજ ફિલ્મ પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો હતો. ત્યારે 20 જૂન 2024ના રોજ સુનાવણી દરમિયાન ફરિયાદી તરફથી દલીલ કરવામાં આવી હતી કે, પબ્લિશરે નીતિમત્તા જાળવવી જોઈએ, ઓથોરિટી પાસે આવા કન્ટેન્ટને અટકાવવાની સત્તા છે. અમે ઓથોરિટી સમક્ષ આ ફિલ્મને અટકાવવા રજૂઆત કરી હતી. જુદા જુદા વર્ગો માટે અલગ અલગ કેટેગરીની ફિલ્મ હોય છે. પબ્લિક ઓર્ડરને ખરાબ કરે એવી ફિલ્મ ના હોવી જોઈએ
મહારાજ ફિલ્મ પર લગાવેલા સ્ટેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટે આ ફિલ્મ જોયા બાદ તેમાં કોઈ નકારાત્મક બાબત લાગી ન હતી. ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી. હાઈકોર્ટે વચગાળાનો સ્ટે દૂર કરતા ટૂંક સમયમાં આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.
MAHARAJ : શું છે વિવાદ
MAHARAJ : ફિલ્માં હિંદુ સંપ્રદાયો દ્વારા ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. બ્રાહ્મણ સમુદાય અને વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે તેમાં સનાતન ધર્મ અને હિંદુ દેવી-દેવતાઓ વિરૂદ્ધ ઝેર ઓંકવામાં આવ્યું છે. ફિલ્મ નિર્માતાઓને ચેતાવણી આપવામાં આવી છે કે જો ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં નહી આવે તો દેશભરમાં હિંસક આંદોલન કરવામાં આવશે. વિરોધ કરી રહેલા લોકોના અનુસાર ફિલ્મમાં સનાતન ધર્મ, શ્રીવલ્લાભાચાર્યજી અને ભગવાન શ્રીકૃષ્ણ વિરૂદ્ધ ઘણા સીન બતાવવામાં આવ્યા છે.
MAHARAJ : ‘મહારાજ’ ફિલ્મ 1862 કેસ પર આધારિત
આમીર ખાનના દીકરા જુનૈદ ખાન અને જયદીપ અહલાવત અભિનયની ફિલ્મ મહારાજ 1862 ના મહારાજ માનહાનિ કેસની સત્ય ઘટનાથી પ્રેરિત છે. જેને ભારતની સૌથી મહત્વપૂર્ણ કાયદાકીય લડાઇઓમાંથી એક ગણવામાં આવે છે. જુનૈદ ખાન પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મૂળજીની ભૂમિકા ભજવી રહ્યા છે. અહલાવત વલ્લભાચર્ય સંપ્રદાયના પ્રમુખોમાંથી એક જદુનાથજી બૃજરતનજી મહારાજની ભૂમિકા ભજવશે. આ કેસ ધાર્મિક નેતા બૃજરતનજી મહારાજના કથિત જાતીય દુરાચારને ઉજાગર કરવા માટે વાસ્તવિક જીવનના પત્રકાર કરસનદાસ મૂળજી વચ્ચે લડાઇ લડવામાં આવી હતી. ‘મહારાજ લિબેલ કેસ’- ના નામે ઓળખવામાં આવે છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો