Home Desh The Rise of Indian Drones:ભારતનું નવું શસ્ત્ર ‘શેષનાગ-150’: ઈરાનના શાહેદ ડ્રોન કરતાં...

The Rise of Indian Drones:ભારતનું નવું શસ્ત્ર ‘શેષનાગ-150’: ઈરાનના શાહેદ ડ્રોન કરતાં પણ વધુ ઘાતક, GPS જામ થાય તો પણ દુશ્મનનો ખાતમો નક્કી!

0
290
Indian Drones
Indian Drones

The Rise of Indian Drones:આધુનિક યુદ્ધના મેદાનમાં હવે મોંઘા મિસાઈલો અને વિમાનોનું સ્થાન સસ્તા પણ ઘાતક ડ્રોન લઈ રહ્યા છે. ઈરાન અને અમેરિકાની ડ્રોન શક્તિ વચ્ચે હવે ભારત પણ મેદાનમાં આવ્યું છે. બેંગલુરુ સ્થિત ‘ન્યૂસ્પેસ રિસર્ચ ટેકનોલોજીસ’ (NRT) દ્વારા વિકસાવવામાં આવેલું ‘શેષનાગ-150’ ડ્રોન દુશ્મનો માટે કાળ સાબિત થવા તૈયાર છે.

The Rise of Indian Drones: શું છે ‘શેષનાગ-150′ ની તાકાત?

The Rise of Indian Drones

આ માત્ર એક ડ્રોન નથી, પરંતુ હવામાં ઉડતું મિસાઈલ છે, જેને ‘લોયટરિંગ મુનિશન’ કહેવામાં આવે છે. તેની ખાસિયતો તેને વિશ્વના અન્ય ડ્રોનથી અલગ પાડે છે:

  • અદભૂત રેન્જ: આ ડ્રોન 1000 કિલોમીટરથી વધુ દૂર સુધી હુમલો કરી શકે છે અને સતત 5 કલાક સુધી હવામાં રહીને શિકારની શોધ કરી શકે છે.
  • ભારે વિસ્ફોટક: તે પોતાની સાથે 25 થી 40 કિલોગ્રામ વિસ્ફોટકો લઈ જઈ શકે છે, જે દુશ્મનની ઈમારતો અને રડાર સિસ્ટમને નષ્ટ કરવા માટે પૂરતા છે.
  • વિઝ્યુઅલ નેવિગેશન: જો દુશ્મન દેશ GPS સિગ્નલ જામ કરી દે, તો પણ આ ડ્રોન તેની આધુનિક કેમેરા સિસ્ટમ (વિઝ્યુઅલ નેવિગેશન) દ્વારા રસ્તો શોધીને હુમલો કરી શકશે.

The Rise of Indian Drones: ‘સ્વર્મ એટેક’: ડ્રોનનું આખું ઝુંડ ત્રાટકશે

શેષનાગ-150ની સૌથી મોટી વિશેષતા તેની સ્વર્મ એટેક’ કરવાની ક્ષમતા છે. તે એકલું નહીં, પણ અનેક ડ્રોનના ઝુંડમાં હુમલો કરે છે. તેનો ‘મધર-કોડ’ સોફ્ટવેર એટલો એડવાન્સ છે કે તમામ ડ્રોન એકબીજા સાથે વાતચીત કરીને પોતે જ હુમલાનો પ્લાન બનાવે છે. જો હુમલા દરમિયાન એક ડ્રોન તોડી પાડવામાં આવે, તો પણ બાકીના ડ્રોન હુમલો ચાલુ રાખે છે.

The Rise of Indian Drones:શા માટે ભારત માટે આ જરૂરી છે?

The Rise of Indian Drones

તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના ઓપરેશન સિંદૂર’ અને યુક્રેન યુદ્ધે સાબિત કર્યું છે કે સસ્તા ડ્રોન દ્વારા કોઈ પણ દેશની મોંઘી એર ડિફેન્સ સિસ્ટમને પસ્ત કરી શકાય છે. પાકિસ્તાન જ્યારે ડ્રોન દ્વારા ભારતને થકવવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે ‘શેષનાગ-150’ જેવી ટેકનોલોજી ભારતને સચોટ અને આક્રમક વળતો જવાબ આપવા સક્ષમ બનાવશે.

વર્તમાન સ્થિતિ: શેષનાગ-150 અત્યારે પરીક્ષણના તબક્કામાં છે. તેને વર્લ્ડ ડિફેન્સ શોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું અને ટૂંક સમયમાં જ તે ભારતીય સેનાનું અભિન્ન અંગ બની શકે છે.

આ પણ વાંચો : આજથી રજીસ્ટ્રેશન શરૂ, 19 એપ્રિલથી ખુલશે ધામના કપાટ; જાણો નોંધણીની સંપૂર્ણ પ્રક્રિયા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે