Home Desh Big Relief for India: ભારતીયો માટે મોટા રાહતના સમાચાર: હવે પેટ્રોલ-ડીઝલના ભાવ...

Big Relief for India: ભારતીયો માટે મોટા રાહતના સમાચાર: હવે પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે, અમેરિકાએ રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા ભારતને આપી ‘સ્પેશિયલ પરમિટ’

0
261
Big Relief for India
Big Relief for India

Big Relief for India: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના આસમાને પહોંચેલા ભાવ અને મિડલ-ઈસ્ટના તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકાએ રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદવા માટે ભારતીય રિફાઇનરીઓને ૩ એપ્રિલ, ૨૦૨૬ સુધીનું વિશેષ લાઇસન્સ આપ્યું છે. આ નિર્ણયને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાનું સંકટ હાલ પૂરતું ટળી ગયું છે.

Big Relief for India:  અમેરિકાનો ‘સ્ટોપ-ગેપ’ પ્લાન અને ભારતની ભૂમિકા

Big Relief for India

અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે સોશિયલ મીડિયા ‘X’ પર આ જાહેરાત કરતા જણાવ્યું કે, ભારત અમેરિકાનો એક અનિવાર્ય ભાગીદાર છે. ઈરાન દ્વારા વૈશ્વિક ઊર્જા બજારને પ્રભાવિત કરવાના પ્રયાસો સામે આ એક વ્યૂહાત્મક પગલું છે. અમેરિકાને અપેક્ષા છે કે આ ૩૦ દિવસની છૂટ બાદ ભારત અમેરિકી ઓઇલની ખરીદીમાં વધારો કરશે.

Big Relief for India:  સમુદ્રમાં ફસાયેલા રશિયન જહાજોને મળશે રસ્તો

Big Relief for India

અમેરિકાના ‘ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ’ (OFAC) દ્વારા જારી કરાયેલા લાઇસન્સ મુજબ:

  • સમય મર્યાદા: ૫ માર્ચ, ૨૦૨૬ સુધી લોડ થયેલા રશિયન ઓઇલની ડિલિવરી ભારત લઈ શકશે.
  • શરત: આ છૂટ માત્ર તે જહાજો માટે છે જે પહેલેથી જ સમુદ્રમાં છે, જેથી રશિયાને કોઈ નવો મોટો આર્થિક લાભ ન થાય પરંતુ વૈશ્વિક સપ્લાય ખોરવાય નહીં.
  • સ્ટોક: હાલમાં એશિયન સમુદ્રમાં લગભગ ૯૫ લાખ બેરલ રશિયન તેલ વેઇટિંગ મોડમાં છે, જે ભારત ત્વરિત ખરીદી શકે છે.

Big Relief for India:  ક્રૂડ ઓઇલ $૮૩ને પાર: મિડલ-ઈસ્ટમાં સ્થિતિ ગંભીર

મિડલ-ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થયો છે:

  • સ્ટ્રેટ ઓફ હોર્મુઝ: ઈરાને આ મહત્વનો માર્ગ બ્લોક કરતા દુનિયાની ૨૦% ઓઇલ સપ્લાય અટકી છે.
  • હુમલા: સૌદી અરામકો અને ઇરાકના ઓઇલ ક્ષેત્રો પર થયેલા હુમલાને કારણે બ્રેન્ટ ક્રૂડ આજે $૮૩.૦૭ પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.

 ભારત માટે રશિયન ઓઇલ કેમ છે ‘સંજીવની’?

ભારત પોતાની જરૂરિયાતનું ૮૮% તેલ આયાત કરે છે. રશિયા ભારતને બેન્ચમાર્ક કિંમતો કરતા સારા ડિસ્કાઉન્ટ પર તેલ આપે છે. ફેબ્રુઆરીમાં ભારતની કુલ આયાતમાં રશિયાનો હિસ્સો ફરી વધીને ૩૦% સુધી પહોંચી ગયો છે. આ સસ્તું તેલ મળવાથી દેશમાં મોંઘવારી કાબૂમાં રહેશે અને પેટ્રોલિયમ કંપનીઓને મોટું નુકસાન નહીં થાય.

આ પણ વાંચો :ટ્રમ્પની ધમકી છતાં સ્પેન ઝૂક્યું નહીં: ‘યુદ્ધ માટે ના’, ઈરાન સામે મિલિટરી બેઝ આપવાનો વડાપ્રધાન સાંચેઝનો સ્પષ્ટ ઇનકાર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે