HomeDeshSilver Outshines Gold: ૩૦ વર્ષમાં સોના કરતાં ચાંદીની મોટી છલાંગ: ભાવમાં ૩,૦૦૦%થી...

Silver Outshines Gold: ૩૦ વર્ષમાં સોના કરતાં ચાંદીની મોટી છલાંગ: ભાવમાં ૩,૦૦૦%થી વધુનો જંગી ઉછાળો

Silver Outshines Gold: લાંબા ગાળાના રોકાણ માટે સોનું અને ચાંદી હંમેશાં મહત્વપૂર્ણ અને મજબૂત વિકલ્પ રહ્યા છે. વર્ષ ૧૯૯૬થી ૨૦૨૬ સુધીના ૩૦ વર્ષના સમયગાળાનું સરવૈયું કરીએ તો બંને કિંમતી ધાતુઓના ભાવમાં જંગી વધારો નોંધાયો છે. ખાસ વાત એ છે કે ટકાવારીના હિસાબે ચાંદીએ સોનાને પણ પાછળ છોડી દીધું છે.

Silver Outshines Gold: ૩૦ વર્ષમાં સોનાનો ભાવ ૨૯.૬ ગણો વધ્યો

Silver Outshines Gold

૧૯૯૬માં ૧૦ ગ્રામ સોનાનો ભાવ આશરે ₹૫,૧૬૦ હતો. સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં આ ભાવ વધીને આશરે ૧,૫૨,૮૮૦ થયો છે. એટલે કે ૩૦ વર્ષમાં સોનાના ભાવમાં આશરે ૨૯.૬ ગણો અથવા ૨,૮૬૩%નો ઉછાળો જોવા મળ્યો છે.

Silver Outshines Gold: ચાંદીમાં ૩,૦૦૦%થી વધુનો વધારો

ચાંદીની વાત કરીએ તો ૧૯૯૬માં ૧ કિલો ચાંદીનો ભાવ આશરે ₹૭,૩૪૬ હતો. વર્ષ ૨૦૨૬માં આ ભાવ વધીને આશરે ૨,૩૬,૭૭૦ થયો છે. એટલે કે ચાંદીના ભાવમાં ૩૦ વર્ષમાં આશરે ૩૨.૨ ગણો અથવા ૩,૧૨૩%નો ઉછાળો નોંધાયો છે.

આ આંકડા દર્શાવે છે કે ટકાવારીની દ્રષ્ટિએ ચાંદીએ સોના કરતાં વધુ વળતર આપ્યું છે.

Silver Outshines Gold: છેલ્લા ૨૦ વર્ષમાં પણ મોટો ઉછાળો

Silver Outshines Gold

૨૦૦૬માં ૧૦ ગ્રામ સોનાનો સરેરાશ ભાવ આશરે ૮,૪૦૦, જ્યારે ૧ કિલો ચાંદીનો ભાવ આશરે ૧૭,૪૦૫ હતો. વર્ષ ૨૦૨૫ સુધીમાં સોનું વધીને ૧,૦૩,૮૭૦ અને ચાંદી ૨,૦૯,૦૦૦ના સ્તરે પહોંચી હતી.

આ સમયગાળા દરમિયાન ૨૦૧૩થી ૨૦૧૬ અને ૨૦૨૧-૨૨ દરમિયાન કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડાના તબક્કા પણ જોવા મળ્યા હતા. તેમ છતાં લાંબા ગાળામાં મોંઘવારી, વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને રૂપિયાના મૂલ્યમાં ઘટાડા જેવા પરિબળો વચ્ચે સોના અને ચાંદી બંનેએ નોંધપાત્ર વળતર આપ્યું છે.

૨૦૨૬માં ઐતિહાસિક સ્તરની નજીક

હાલમાં સોનું અને ચાંદી બંને ઊંચા ભાવના સ્તરે ટ્રેડ થઈ રહ્યાં છે. ૩૦ વર્ષના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે લાંબા ગાળાના સમયગાળામાં બંને ધાતુઓએ રોકાણકારો માટે નોંધપાત્ર સંપત્તિ સર્જી છે, જોકે ટકાવારીના વળતરમાં ચાંદીનો ઉછાળો વધુ રહ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં રિક્ષા-ટેક્સીચાલકોની હડતાળનો બીજો દિવસ: RTO સાથેની બેઠક નિષ્ફળ, ૧૦ સપ્ટેમ્બર સુધી આંદોલન યથાવત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments