India Dominates Top 10: સભ્ય સંખ્યાના આધારે વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષોની યાદીમાં ભારતનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. ઉપલબ્ધ આંકડા અને પક્ષોના દાવા અનુસાર ભારતીય જનતા પાર્ટી (BJP) આશરે ૧૪ કરોડ સભ્યો સાથે વિશ્વમાં પ્રથમ ક્રમે છે. આ યાદીની ખાસ વાત એ છે કે ટોપ-૧૦માં ભારતના પાંચ રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે.
India Dominates Top 10: BJP પ્રથમ તો ચીનની CPC બીજા ક્રમે

યાદીમાં BJP આશરે ૧૪ કરોડ સભ્યો સાથે પ્રથમ સ્થાને છે. ત્યારબાદ ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (CPC) આશરે ૧૦.૧૩ કરોડ સભ્યો સાથે બીજા ક્રમે છે. ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી CPCનો સત્તાવાર આંકડો આશરે ૧૦.૧૨૮૬ કરોડ સભ્યોનો હોવાનું જણાવાયું છે.
અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટી આશરે ૪.૪૧ કરોડ સભ્યો સાથે ત્રીજા અને રિપબ્લિકન પાર્ટી આશરે ૩.૭૪ કરોડ સભ્યો સાથે ચોથા ક્રમે છે.
India Dominates Top 10: ભારતના ૫ પક્ષો ટોપ-૧૦માં
ટોપ-૧૦માં ભારતના કુલ પાંચ પક્ષોનો સમાવેશ થાય છે. BJP પ્રથમ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાંચમા, DMK છઠ્ઠા, AIADMK સાતમા અને તમિલગા વેટ્રી કઝગમ (TVK) આઠમા ક્રમે હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
કોંગ્રેસના સભ્યોની સંખ્યા આશરે ૨.૬૦ કરોડ, DMKની ૨.૫૦ કરોડ, AIADMKની ૨ કરોડ અને TVKની આશરે ૧.૫૦ કરોડ દર્શાવવામાં આવી છે.
India Dominates Top 10: તાંઝાનિયા અને મેક્સિકોના પક્ષો પણ યાદીમાં

ટોપ-૧૦માં તાંઝાનિયાની ચામા ચા માપીન્દુઝી (CCM) આશરે ૧.૨૦ કરોડ સભ્યો સાથે નવમા અને મેક્સિકોની MORENA આશરે ૧.૧૧ કરોડ સભ્યો સાથે દસમા ક્રમે છે.
સભ્ય સંખ્યાની તુલનામાં મહત્વની નોંધ
આ યાદીમાં અલગ-અલગ દેશોના રાજકીય પક્ષોના સભ્યપદના આંકડા સામેલ છે. જોકે, દરેક દેશમાં ‘સભ્ય’ની વ્યાખ્યા, નોંધણી પ્રક્રિયા અને સભ્યપદની ગણતરીની પદ્ધતિ અલગ હોઈ શકે છે. તેથી આ આંકડાઓને ઉપલબ્ધ દાવા અને જાહેર માહિતીના આધારે થયેલી તુલના તરીકે જોવામાં આવે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ૩૦ વર્ષમાં સોના કરતાં ચાંદીની મોટી છલાંગ: ભાવમાં ૩,૦૦૦%થી વધુનો જંગી ઉછાળો

