HomeDeshShravan 2026: શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તિનો મહાસાગર, સોમનાથથી ગોંડલ સુધી ‘હર...

Shravan 2026: શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તિનો મહાસાગર, સોમનાથથી ગોંડલ સુધી ‘હર હર મહાદેવ’ના નાદ

Shravan 2026: પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગુજરાતભરના શિવાલયોમાં ભક્તિનો માહોલ છવાયો છે. વહેલી સવારથી જ ભગવાન ભોળાનાથના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શિવભક્તોએ જળાભિષેક, દૂધાભિષેક, ધૂપ-દીપ અને બિલ્વપત્ર અર્પણ કરી ભગવાન શિવની આરાધના કરી હતી.

Shravan 2026: સોમનાથમાં વહેલી સવારે જ દર્શન માટે ભક્તોની ભીડ

પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં વહેલી સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં મહાદેવની પાલખીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મંદિરના વિશાળ સંકીર્તન હોલમાં ધ્વજાપૂજા સહિત વિવિધ ધાર્મિક વિધિઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ભક્તો માટે ફરાળી ચેવડો અને સૂકી ભાજી સહિતનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.

Shravan 2026: ગોંડલમાં 3 કિલો ભસ્મથી વિશેષ આરતી

ગોંડલના મુક્તિધામ ખાતે શ્રાવણના પ્રથમ સોમવારે વિશેષ ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 3 કિલો ભસ્મનો ઉપયોગ કરીને કરવામાં આવેલી આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભસ્મ આરતી દરમિયાન સમગ્ર વાતાવરણ શિવભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

Shravan 2026: વડોદરા અને સુરતમાં પણ મંદિરોમાં ભીડ

Shravan 2026:

વડોદરાના પૌરાણિક મોટનાથ મહાદેવ, કાશી વિશ્વનાથ, સિદ્ધનાથ અને રણમુક્તેશ્વર મહાદેવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કાંતારેશ્વર મહાદેવ મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન શિવના દર્શન કર્યા હતા.

નસવાડીના પશુપતિનાથ મહાદેવ મંદિરે ભક્તિમય માહોલ

Shravan 2026:

નસવાડીના પશુપતિનાથ મહાદેવ મંદિરે પણ શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ ભગવાનના ચરણોમાં શિશ નમાવી પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

મંદિરે સતત વધતી ભીડને ધ્યાનમાં રાખીને સેવકો અને સ્થાનિક આયોજકો દ્વારા દર્શન માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વહેલી સવારથી જ ‘હર હર મહાદેવ’ અને ‘જય ભોલેનાથ’ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર શિવમય બની ગયું હતું.

શ્રાવણના પ્રથમ સોમવારે ગુજરાતભરના શિવાલયોમાં જોવા મળેલો આ ભક્તિમય માહોલ આગામી સોમવારો દરમિયાન પણ યથાવત રહે તેવી ધાર્મિક શ્રદ્ધા સાથે ભક્તો ભગવાન શિવની આરાધનામાં લીન જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :શ્રીલંકા સામે ભારતનો દબદબો, પદિક્કલના ૧૬૭ રનથી ભારત મજબૂત સ્થિતિમાં

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments