HomeVideshDeadliest Drone Strike by Ukraine: યુક્રેનનો રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો...

Deadliest Drone Strike by Ukraine: યુક્રેનનો રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો, ૬ લોકોનાં મોત, મોસ્કો નજીક ગોડાઉનમાં ભીષણ આગ

Deadliest Drone Strike by Ukraine: યુક્રેને રવિવારે રશિયા સામે યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીનો સૌથી મોટો અને ભીષણ ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછા ૬ લોકોના મોત થયા છે. ડ્રોન હુમલાને કારણે મોસ્કો નજીક આવેલા રશિયન ઈ-કોમર્સ દિગ્ગજ કંપની વાઇલ્ડબેરીઝના વિશાળ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ગોડાઉન અંદાજે ૨ લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું છે, અને સામે આવેલી તસવીરોમાં ઇમારતનો મોટો ભાગ આગની લપેટમાં તથા આકાશમાં દૂર સુધી કાળો ધુમાડો ગોટેગોટા વળતો નજરે પડ્યો હતો.

Deadliest Drone Strike by Ukraine

Deadliest Drone Strike by Ukraine: રશિયાનો દાવો: ૧૪૦૦થી વધુ ડ્રોન તોડી પાડ્યા

રશિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશની એર ડિફેન્સ સિસ્ટમે છેલ્લા ૨૪ કલાકમાં ૯ યુક્રેનિયન ક્રુઝ મિસાઈલ અને કુલ ૧,૪૭૮ ડ્રોન તોડી પાડ્યા છે. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિનએ જણાવ્યું કે માત્ર રાજધાની તરફ જ લગભગ ૬૦૦ ડ્રોન છોડવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષમાં મોસ્કો પર થયેલો આ સૌથી મોટો હવાઈ હુમલો છે.

બીજી બાજુ, રશિયા દ્વારા પણ જવાબી કાર્યવાહીમાં યુક્રેન પર ડ્રોન અને મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં ઓછામાં ઓછા ૭ લોકોના મોત થયા છે. રાજધાની કિવ પર બેલેસ્ટિક મિસાઈલ હુમલાથી ૬ લોકો ઘાયલ થયા છે અને અનેક જગ્યાએ આગ લાગી છે. કિવના ઓબોલોન્સકી જિલ્લામાં આવેલું પ્રખ્યાત પેટ્રોવકા બુક માર્કેટ પણ આ આગની ચેટમાં બળીને ખાખ થઈ ગયું છે, જ્યાં પુસ્તકોનો આખો સ્ટોક નાશ પામ્યો હોવાના અહેવાલ છે.

Deadliest Drone Strike by Ukraine

Deadliest Drone Strike by Ukraine: ઝેલેન્સકીની અપીલ અને યુક્રેનની વધતી ક્ષમતા

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આરોપ લગાવ્યો છે કે રશિયા જાણી જોઈને નાગરિક વિસ્તારો અને માળખાકીય સુવિધાઓને નિશાન બનાવી રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા એક સપ્તાહમાં જ રશિયાએ ૧,૫૫૦થી વધુ ડ્રોન, ૧,૫૬૦ ગાઈડેડ બોમ્બ અને ૬૨ મિસાઈલો છોડી છે. ઝડપી ગતિએ આવતી બેલિસ્ટિક મિસાઈલોને રોકવી યુક્રેન માટે મોટો પડકાર બની રહી છે, જેના માટે અમેરિકાની પેટ્રિઅટ એર ડિફેન્સ સિસ્ટમ અત્યંત મહત્વપૂર્ણ છે. યુક્રેને પશ્ચિમી દેશો પાસે તાત્કાલિક વધુ ઇન્ટરસેપ્ટર મિસાઇલો મોકલવાની અપીલ કરી છે.

વર્ષ ૨૦૨૬માં યુક્રેને પોતાની લાંબા અંતરની ડ્રોન અને મિસાઈલ ક્ષમતામાં મોટો વધારો કર્યો છે. અહેવાલો મુજબ, હવે યુક્રેન રશિયાની સરહદથી લગભગ ૧,૫૦0 માઇલ દૂર આવેલા ઠેકાણાઓ, જેમ કે ઓઈલ રિફાઇનરીઓ, સૈન્ય મથકો અને વાઇલ્ડબેરીઝ જેવા મુખ્ય ગોડાઉનોને નિશાન બનાવી રહ્યું છે. યુક્રેન દ્વારા રશિયાની સપ્લાય ચેઇન અને અર્થતંત્ર પર દબાણ વધારવા માટે આ રણનીતિ અપનાવવામાં આવી રહી છે, જેના કારણે બંને દેશોની સુરક્ષા પ્રણાલી પર ભારે દબાણ સર્જાયું છે.

Deadliest Drone Strike by Ukraine

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

નિતિન નવીનની નવી ટીમની સોમવારે થઈ શકે છે જાહેરાત, ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પર ખાસ નજર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments