Home State Gujarat Shocking Turn in Ahmedabad: અમદાવાદની સાબરમતી નદીમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો, અકસ્માત...

Shocking Turn in Ahmedabad: અમદાવાદની સાબરમતી નદીમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો, અકસ્માત નહીં પણ ક્રૂર હત્યા; હાથ પરના ટેટૂએ ખોલ્યું રહસ્ય

0
216
Shocking Turn in Ahmedabad
Shocking Turn in Ahmedabad

Shocking Turn in Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ પરથી થોડા દિવસો પહેલા મળી આવેલી અજાણ્યા યુવકની લાશના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં જે ઘટના અકસ્માત કે ડૂબી જવાની લાગતી હતી, તે હકીકતમાં એક સુનિયોજિત અને ક્રૂર હત્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે DNA રિપોર્ટ અને મૃતકના હાથ પર ત્રોફાવેલા ટેટૂના આધારે તેની ઓળખ પ્રસ્થાપિત કરી છે.

Shocking Turn in Ahmedabad

Shocking Turn in Ahmedabad: ઓળખ છુપાવવા ચહેરા પર કર્યા ઘા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હત્યારાઓએ યુવકના માથા અને ચહેરાના ભાગે તીક્ષ્ણ તેમજ બોથડ હથિયારોના અસંખ્ય ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા અને મૃતકની ઓળખ ન થાય તે માટે લાશને સાબરમતી નદીમાં ફેંકી દેવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ ઈજાઓ હુમલાની હોવાનું સ્પષ્ટ થતા જ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

Shocking Turn in Ahmedabad: હાથ પરના ટેટૂ અને DNA રિપોર્ટથી થઈ ઓળખ

મૃતક યુવકની ઓળખ ગાંધીનગરના રાંધેજા ગામના ધવલ રાવળ તરીકે થઈ છે. ધવલના હાથ પર ‘D, DG, ભાવેશ અને ધવલ’ જેવા નામોના ટેટૂ (ત્રોફાવેલા નામ) હતા, જે પોલીસ માટે સૌથી મોટી કડી સાબિત થયા હતા. ધવલ ગુમ થતા તેના પિતા સોમાભાઈએ પેથાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લાશનો ફોટો બતાવતા પિતાએ શંકા વ્યક્ત કરી હતી અને અંતે DNA રિપોર્ટમાં લાશ ધવલની હોવાની પુષ્ટિ થઈ હતી.

Shocking Turn in Ahmedabad: પોલીસ તપાસનો ધમધમાટ

ધવલ રાવળને પાંચ વર્ષનો પુત્ર છે, જ્યારે તેની પત્ની છેલ્લા દોઢ વર્ષથી પિયરમાં અલગ રહેતી હોવાનું જાણવા મળ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હવે ધવલના અંગત મિત્રો અને તેની સાથે છેલ્લા કલાકોમાં સંપર્કમાં રહેલા લોકોની કડક પૂછપરછ કરી રહી છે, જેથી આ ઘાતકી હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

જામનગરના જોડીયા-ધ્રોલ હાઈવે પર ટ્રક પાછળ બોલેરો ઘૂસી ગઈ, મેળામાં જતા યુવાનનું કરુણ મોત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે