OCI Rule Change: ભારત સરકારે વિદેશમાં વસતા ભારતીયો માટે ઓવરસીઝ સિટીઝન ઑફ ઇન્ડિયા (OCI) કાર્ડના નિયમોમાં 1 એપ્રિલ, 2026થી મોટા ફેરફારો અમલી બનાવ્યા છે. ડાયસ્પોરા સેવાઓને વધુ આધુનિક અને ડિજિટલ બનાવવાના હેતુથી લેવાયેલા આ નિર્ણયમાં ફી માળખાથી લઈને પાસપોર્ટ અપડેટ કરવા સુધીના કડક અને રાહતભર્યા એમ બંને પ્રકારના નિયમોનો સમાવેશ થાય છે.

OCI Rule Change: 1. હવે પાસપોર્ટ અપડેટ કરવામાં વિલંબ પડશે મોંઘો
નવા નિયમ મુજબ, જો તમને નવો વિદેશી પાસપોર્ટ મળે, તો તેની વિગતો 3 મહિનાની અંદર OCI રેકોર્ડમાં અપડેટ કરવી ફરજિયાત છે. જો આ સમયમર્યાદામાં વિગતો અપડેટ કરવામાં નહીં આવે, તો $25 (અંદાજે ₹2,100) નો દંડ ભરવો પડશે. એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓ જૂના રેકોર્ડ ધરાવતા મુસાફરોની પૂછપરછ પણ કરી શકે છે.
OCI Rule Change: 2. 6 મહિનાના ફરજિયાત રોકાણની શરત રદ
ભારત સરકારે વિદેશી વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ માટે મોટી રાહત આપી છે. પહેલા ભારતમાં રહીને OCI માટે અરજી કરવા 6 મહિના સુધી ભારતમાં રોકાણ કરવું પડતું હતું, જે શરત હવે સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે. હવે તમે માન્ય વિઝા સાથે ભારત આવીને તરત જ અરજી કરી શકશો. આનાથી સંશોધન અને ફેલોશિપ પ્રોગ્રામમાં જોડાતા નિષ્ણાતોને મોટો ફાયદો થશે.
OCI Rule Change: 3. નવું ફી માળખું (OCI Fees 2026)
સરકારે અરજી ફી પણ નિર્ધારિત કરી દીધી છે:
- નવી અરજી (વિદેશથી): $275
- નવી અરજી (ભારતથી): ₹15,000
- કાર્ડ ખોવાઈ કે તૂટી જાય તો (ડુપ્લિકેટ): $100
- પાસપોર્ટ બદલ્યા બાદ રિ-ઈસ્યૂ: $25
OCI Rule Change: 4. શ્રીલંકાના તમિલો માટે ઐતિહાસિક નિર્ણય
સરકારે શ્રીલંકામાં વસતા તમિલો માટે વંશાવલીની મર્યાદા વધારી છે. હવે 5મી અને 6ઠ્ઠી પેઢી સુધીના તમિલો પણ OCI કાર્ડ માટે પાત્ર ગણાશે. અગાઉ આ મર્યાદા માત્ર 4 પેઢી સુધી જ હતી. વંશ સાબિત કરવા માટે શ્રીલંકા સરકારના રેકોર્ડ્સ પણ માન્ય પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે.
5. મુસાફરી માટે ઈ-આગમન કાર્ડ ફરજિયાત
હવે ભારતની મુસાફરી કરતા પહેલા ‘ડિજિટલ ઈ-આગમન કાર્ડ’ લેવું ફરજિયાત કરવામાં આવ્યું છે. OCI રેકોર્ડ્સને હવે બાયોમેટ્રિક સિસ્ટમ સાથે જોડી દેવામાં આવ્યા છે, જેથી એરપોર્ટ પર e-gate પ્રોસેસિંગ ઝડપી બનશે અને મુસાફરોનો સમય બચશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




