Home State Gujarat Cough Syrup Scandal: વડોદરામાં નશાકારક કફ સીરપના કૌભાંડનો પર્દાફાશ, ભાયલીની ફાર્મા પેઢીનો...

Cough Syrup Scandal: વડોદરામાં નશાકારક કફ સીરપના કૌભાંડનો પર્દાફાશ, ભાયલીની ફાર્મા પેઢીનો પરવાનો કાયમી ધોરણે રદ

0
176
Cough Syrup Scandal
Cough Syrup Scandal

Cough Syrup Scandal: નશાકારક દવાઓના દુરુપયોગને રોકવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) એ વડોદરામાં મોટી કાર્યવાહી કરી છે. ભાયલી વિસ્તારમાં આવેલી ‘મે. હેમ કેર ફાર્મા’ દ્વારા હજારોની સંખ્યામાં નશાકારક કફ સીરપનો ગેરકાયદે નિકાલ કરવામાં આવતો હોવાનું બહાર આવતા તંત્રએ આ પેઢીનો હોલસેલ પરવાનો કાયમી ધોરણે રદ કરી દીધો છે.

Cough Syrup Scandal

Cough Syrup Scandal: હજારો બોટલનો હિસાબ ગાયબ

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, પરવાનેદાર પ્રતિક નરેન્દ્રકુમાર બારોટે છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદની પવન એજન્સી પાસેથી કોડીન (Codeine) ઘટક ધરાવતી કફ સીરપની 8,530 બોટલો ખરીદી હતી. જ્યારે તંત્રએ દરોડા પાડ્યા ત્યારે પેઢી પર કોઈ જ સ્ટોક ઉપલબ્ધ નહોતો. જેમાંથી 980 બોટલો કોઈ પણ બિલ કે પ્રિસ્ક્રિપ્શન વગર અજાણ્યા લોકોને વેચી દેવામાં આવી હોવાનું સાબિત થયું છે.

Cough Syrup Scandal: યુવાધન માટે ખતરનાક ‘નશો’

કોડીનયુક્ત કફ સીરપનો નશા તરીકે ઉપયોગ કરવો અત્યંત જીવલેણ સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે, આના ઓવરડોઝથી ગંભીર ડિપ્રેશન, શ્વાસમાં તકલીફ અને વ્યક્તિ કોમામાં સરી પડવાની શક્યતા રહે છે. તે હૃદયના ધબકારા ધીમા પાડે છે, જેનાથી હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે. આર્થિક લાભ માટે આ ફાર્મા પેઢીએ સમાજના યુવાધનને જોખમમાં મૂકવાનું કૃત્ય કર્યું છે.

Cough Syrup Scandal: તંત્રની કડક કાર્યવાહી

પેઢી દ્વારા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ-1940ના નિયમોના ઉલ્લંઘન બદલ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. જોકે, પેઢીનો ખુલાસો સંતોષકારક ન જણાતા મદદનીશ કમિશનર ડૉ. એ.એચ. ઝાલા અને ઔષધ નિરીક્ષક એચ.એમ. જેપાલ દ્વારા તાત્કાલિક અસરથી પેઢીના તમામ પરવાના (20B, 21B અને 20G) રદ કરવામાં આવ્યા છે.

નાગરિકોને અપીલ

તંત્રએ તમામ મેડિકલ સ્ટોર અને ફાર્માસિસ્ટોને કાયદાની મર્યાદામાં રહી વ્યવસાય કરવા કડક સૂચના આપી છે. સાથે જ જનતાને અપીલ કરી છે કે જો ક્યાંય પણ આવી નશીલી દવાઓનું ગેરકાયદે વેચાણ થતું હોય તો તેની બાતમી તંત્રને આપવી, જેથી યુવાધનને બચાવી શકાય.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 OCI નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પાસપોર્ટ અપડેટ નહીં કરો તો $25 દંડ, ભારત સરકારે જાહેર કર્યા 5 મુખ્ય સુધારા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે